રાજસ્થાન રોયલ્સ દ્વારા કોવિડ રિલીફ ફંડમાં કરવામાં આવ્યું આટલા કરોડનું દાન

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

ભારત હાલમાં કોરોનાવાયરસની બીજી લહેરથી સંઘર્ષ કરી રહ્યું છે. દરરોજ હજારો લોકો મરી રહ્યા છે. દરેક દેશ તેની સામેની લડતમાં ભારતની મદદ કરવા આગળ આવી રહ્યું છે. આ બાબતમાં, આઈપીએલ ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સે પણ મોટી મદદની જાહેરાત કરી છે. રાજસ્થાને કોરોનાવાયરસ સામેની જંગમાં 7.5 કરોડ રૂપિયા દાનની જાહેરાત કરી છે. રાજસ્થાન રોયલ્સએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ દ્વારા ટ્વિટ કરી તેની જાણકારી આપી છે.

રાજસ્થાન રોયલ્સએ જણાવ્યું છે કે, માલિકો, રમતગમતના ખેલાડીઓ અને મેનેજમેન્ટે કોવિડ -19 થી અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સહાય આપવા માટે એક મિલિયન ડોલર એટલે 7.5 કરોડ રૂપિયાની મદદ કરવાનું નક્કી કર્યું છે. આ સહાય રોયલ રાજસ્થાન ફાઉન્ડેશન અને બ્રિટીશ એશિયન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે. આ મુશ્કેલ સમયમાં રાજસ્થાન ટીમના તમામ ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ ભારતની સાથે ઉભા છે.

આ અગાઉ કોલકાતા નાઈટ રાઇડર્સના ફાસ્ટ બોલર પેટ કમિન્સે પીએમ કેર ફંડમાં ઓક્સિજન સપ્લાયમાં મદદ કરવા માટે 50 હજાર ડોલર એટલે કે લગભગ 37 લાખ 36 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત, તેમણે અન્ય ખેલાડીઓથી પણ મદદ કરવા વિનંતી કરી છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો