IPL 2021: રાજસ્થાન રોયલ્સે 3ડી શો દ્વારા લોન્ચ કરી જર્સી

રાજસ્થાન રોયલ્સે આઈપીએલ ૨૦૨૧ સીઝન માટે સવાઈ માન સિંહ સ્ટેડીયમમાં ૩ ડી પ્રોજેક્શન અને લાઈટ શો દ્વારા ટીમની જર્સી લોન્ચ કરી છે. આ શોનું સ્ટેડીયમથી લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું છે, જેને દુનિયામાં ટીમના ચાહકો અને મુંબઈમાં બાયો-બબાલમાં રહેલા ટીમના ખેલાડીઓએ જોયું છે.

રાજસ્થાન ૨૦૦૮ માં આઈપીએલની પ્રથમ સીઝનની વિજેતા રહી હતી. પરંતુ તે આ સીઝનમાં પોતાના ઘરેલું મેદાન પર રમી શકશે નહી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા આ વખતે આઈપીએલની મેચ છ શહેરોમાં આયોજિત કરવાનો નિર્ણય કર્યો હતો.

ટીમે જાહેર કરેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સવાઈ માન સિંહ સ્ટેડિયમને સજાવટ સાથે કરવામાં આવી છે. લાઈવ શો માટે સ્ક્રીન લગાવવામાં આવી અને તેમાં સ્ટેડિયમ, શહેર રાજસ્થાનના વીડિયોને દર્શાવવામાં આવ્યા છે. રાજસ્થાનના ખેલાડી નવા સત્ર માટે જર્સી પહેરી 3 ડી પ્રોજેકટમાં દેખાડવામાં આવી છે. આ જર્સી ગુલાબી અને વાદળી રંગની છે.

રાજસ્થાને આ વર્ષે ટીમમાં સાઉથ આફ્રિકાના ઓલરાઉન્ડર ક્રિસ મોરિસને ટીમમાં સામેલ કર્યા હતા અને તેમને જર્સીની પ્રશંસા કરી હતી. મોરિસે કહ્યું છે કે, ‘નવી જર્સીનું લોન્ચ થવું અવિશ્વસનીય છે. 2015 થી અત્યાર સુધી જર્સી ઘણી વખત બદલાઇ છે અને આ ખૂબ જ સુંદર જર્સી છે. ટીમ ની સાથે એક વખત ફરી થી જોડાઈ ઘણો ઉત્સાહિત છું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top