રાજકોટમાં પત્નીના ચરિત્રથી કંટાળીને પતિને આપી એવી મોત જેણે જાણી ઉડી જશે તમારા હોશ

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

રાજકોટથી એક ઘટના સામે આવી છે જેમાં પત્નીના આડાસંબંધોથી કંટાળીને પતિ દ્વારા પત્નીની હત્યા કરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. તેની સાથે હત્યા બાદ પતિ દ્વારા પોલીસને કોલ કરી આ આ અંગે જાણકારી આપવામાં આવી હતી.

રાજકોટના અમનગર રોડ પર સાવેલા મનહરપુરમાં રહેનાર યુવક દ્વારા તેની પત્નીનો ઘાતકી હત્યા કરી નાખવાની હોવાની ઘટના સામે આવી છે. પતિ દ્વારા પત્નીની હત્યા કર્યા બાદ પોલીસ કંટ્રોલરૂમને ફોન કરી જણાવવામાં આવ્યું કે, મારી પત્નીના ચરિત્ર પર શંકા જતા મેં મારી પત્નીને પતાવી નાખી છે. તેની સાથે ઘટના જાણકારી મળતા જ તાત્કાલિક ઘટના સ્થળે યુનિવર્સીટી પોલીસની ટીમ પહોંચી ગઈ અને યુવકની પત્ની લાશ જપ્ત કરી લીધી હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા યુવકની ધરપકડ કરી લેવામાં આવી હતી. યુવકે પોલીસને જણાવ્યું કે તે તેની પત્નીના ચરિત્રથી કંટાળી ગયો માટે તેને આ ખરાબ પગલું ભર્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબમ મનહરપુરમાં રહેનાર શૈલેષ ભુપતભાઈ પંચાસરા નામના 25 વર્ષના યુવક દ્વારા ગઈ કાળના પોલીસ કંટ્રોલ રૂમ પર ફોન કરીને જણાવ્યું હતું કે, ‘મારી પત્નીના ચરિત્રથી કંટાળી ગયો છે માટે મેં તેને પતાવી નાખી છે. તેની સાથે તેણે કહ્યું કે, ક્યા પોલીસ સ્ટેશનમાં હું હાજર થઉં’.

ત્યાર બાદ શૈલેષની વાત સાંભળીને પોલીસ દ્વારા તેને સરનામું પૂછવામાં આવ્યું તો શૈલેષે ઘંટેશ્વર એસસારપી કેમ્પ પાસે પોલીસને મોક્લવાનું જણાવ્યું હતું. યુનિવર્સીટી પોલીસ સ્ટેશનના પોએસાઇ ડાંગર સહિતનો સ્ટાફ ત્યાં પહોંચતાં જ પ્રવીણ પોલીસન સમક્ષ હાજર થઈ ગયો હતો અને એસઆરપી કેમ્પ પાછળના સ્થળ પર લઇ જઈ તેની પત્ની નેહાની લાશ પોલીસને દેખાડી દીધી હતી.

આ બાબતમાં શૈલેષ પંચાસરાએ પોલીસ સમક્ષ જણાવ્યું કે, તે પોતે ડ્રાઇવિંગ કરે છે. પાંચ વર્ષ અગાઉ નેહા સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને તેને સંતાનમાં બે વર્ષની પુત્રી પણ છે. નેહાને અનેક યુવક સાથે લફરાં હતા તેને લઈને અગાઉ ઘણી વખત માથાકૂટ પણ થઇ હતી. પરંતુ તેના આડાસંબંધો અટકી રહ્યા નહોતા તેના કારણે તેને મેં પતાવી નાખી હતી.

શૈલેષ દ્વારા એવી પણ કબૂલાત કરવામાં આવી છે કે, રાત્રિના મનહરપુરના તેના ઘરે પત્ની નેહાને પેટમાં છરીના ત્રણ ઘા ઝીંક્યા બાદ વાહનમાં તેને બેસાડી એસઆરપી કેમ્પની પાછળ લઇને ચાલ્યો ગયો અને ત્યાં ગળેડૂંપો આપીને તેને પતાવી નાખી હતી. અત્યારે શૈલેષની ધરપકડ થતાં બે વર્ષની બાળકી નોધારી બની છે. અત્યારે પોલીસ દ્વારા મૃતદેહને પીએમ માટે સિવીલ હોસ્પિટલે ખસેડી વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો