દિવસેને દિવસે કોરોનાની બીજી લહેરને કારણે લોકોના મગજ પર તેની ગંભીર અસર થઈ છે. હજુ થોડાક સમય પહેલાજ સુરતમાં એક એવો બનાવ સામે આવ્યો કે જેમા માતા કોરોનાને કારણે મોત પામી તો પુત્રએ પણ આપઘાત કરી લીધો. ત્યારે વધું એક આત્મહત્યાનો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. જે કિસ્સો સાંભળીને તમારા પણ પગ નીચેથી જમીન સરકી જશે.
રાજકોટ શહેરમાં પત્નીનો રિપોર્ટ પોઝિટી આવ્યો હતો જેના કારણે પતિએ આપઘાત કરી લેવાનું સામે આવ્યું છે 55 વર્ષીય વ્યક્તિએ તેની પત્નીનો રિપોર્ટ પોઝિટીવ આવતા મોતને વ્હાલું કરી લીધું રાજકોટ શહેરના હસનવાડી વિસ્તારમં આ બનાવ સામે આવ્યો છે જેમા આ બનાવ સામે આવ્યા બાદ આસપાસના વિસ્તારમાં પણ ચકચાર મચી જવા પામી છે.
પત્ની અને તેનો પુત્ર દવા લેવા ગયા હતા. તે સમયે મૃતકે પંખે સાડી બાંધીને મોતને વ્હાલું કરી લીધું. પરિવારજનો જ્યારે ઘરે આવ્યા ત્યારે તે લોકોએ તુરંત તેમને હોસ્પિટલમાં ખસેડયા હતા. જોકે હોસ્પિટલ લઈ જતા ત્યા હોસ્પિટલ તત્ર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.
સમગ્ર મામલે પોલીસને જાણ થતા પોલીસે તપાસ હાથ ધરી. પોલીસની તપાસમાં સામે આવ્યું કે મૃતક કડીયા કામ કરતા હતા. તેઓ જ્ઞઁણે ભાઈઓમાં સૌથી મોટ હતા. સાથેજ સંતાનમાં પણ તેમને એક પુત્ર હતો. તેમની પત્નીની તબિયત સારી ન હતી. જેથી તેમણે હોસ્પિટલમાં જઈને ટેસ્ટ કરાવ્યો હતો ટેસ્ટમાં સામે આવ્યું કે તેમની પત્ની કોરોના પોઝિટીવ છે. જેથી તેમના મગજ પર તેની ખરાબ અસર પડી હતી.
પત્નીનો રિપોર્ટ પોઝિટી આવતા તેમણે ઘરમાં કોઈ ન હતો. તે સમયે એકલતાનો લાભ લઈને તેમણે ગળે ફાંસો ખાઈ લીધો. પરિવારજનોનું પણ એવું જ કહેવું છે કે પત્નીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો જેથી તેમના મગજ પર તેની ખરાબ અસર થઈ હતી. જોકે આ કારણ જાણીને પરિવારજનો સહિત પોલીસ પણ બે ઘડી વિચારમાં મુકાઈ ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે કોરોનાને કારમે હાલ લોકોમાં હવે ડરનો માહોલ પેદા થઈ છે. દિવસેને દિવસે લોકો હવે ડરી ડરીને જીવી રહ્યા છે સાથેજ લોકોના મગજ ઉપર પણ તેની ખરાબ અસર થઈ રહી છે. સરકાર દ્વારા સંક્રમણને રોકવા માટે પૂરતા પગલા લેવામાં આવી રહ્યા છે પરંતુ સંક્રમણ ભયંકર રીતે બેકાબૂ થઈ ગયું છે. જેથી સંક્રમણ હવે ક્યારે કાબૂમાં આવશે તે એક ગંભીર પ્રશ્ન બની ગયો છે.