GujaratSaurasthra - Kutch

કપાસના ભાવમાં 11 વર્ષબાદ આવ્યો જોરદાર ઉછાળો, કોરોનાકાળમાં જગતના તાતને થશે ફાયદો

ગુજરાતના છેલ્લા કેટલાક સમયથી કપાસના પાકમાં ગુલાબી ઈયળોનો ઉપદ્રવ જોવા મળ્યો હતો જો,કે આ વખતે એવી કોઈ પણ પ્રકારની તકલીફ કે કમોસમી વરસાદ ન થતા મોટી સંખ્યામાં ખેડૂતોને ફાયદો થઈ શકે છે. ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં એક મણ કપાસના ભાવ 1570 પર પહોંચ્યા છે. ઘણા લાંબા સમય બાદ કપાસના ભાવ ખેડૂતોને સારા મળી રહ્યાં હોવાનું સામે આવ્યું છે.

સૌરાષ્ટ્ર APMCના વેપારી એસોસિયેશનના પ્રમુખ અતુલભાઈ કામાણીએ વાતચીત કરતા જણાવ્યું હતું કે, અંદાજિત 11 વર્ષથી વધુનો સમય વીતી ચૂક્યો છે કે, જ્યારે ખેડૂતોને આ પ્રકારે કપાસના ભાવ મળ્યા હોય. શંકરસિંહ વાઘેલા જ્યારે કેન્દ્રીય કાપડ મંત્રી હતા ત્યારે કપાસના ભાવ 1,500 પાર ગયા હતા. ચાલુ વર્ષે કપાસનું ઉત્પાદન ઓછું હોવાના કારણે તેમજ વૈશ્વિક બજારમાં કપાસની માંગ વધતા કપાસના ભાવ આસમાને પહોંચ્યા છે.

ત્યારે હાલ જે પ્રમાણે કપાસના સારા એવા ભાવ મળી રહ્યા છે. જેના કારણે હાલ શક્યતા સેવાઇ રહી છે કે, આવતા વર્ષે ખેડૂતો ગત વર્ષની સરખામણીએ તેમજ ચાલુ વર્ષની સરખામણીએ આગામી વર્ષે કપાસના વાવેતરમાં વધારો કરશે. ચાલુ વર્ષે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કપાસ કરતાં મગફળીનું વાવેતર ખેડૂતોએ વધુ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ વર્ષથી કપાસના પાકમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે જેના કારણે ક્રમશઃ ખેડૂતો કપાસની વાવણી પણ ઓછી કરતા થયા છે. તો સાથે જ ગત વર્ષે વરસાદના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કપાસનો પાક પણ નિષ્ફળ ગયો હતો.

તો બીજીતરફ મગફળીમા પણ ખેડૂતોને સારા પૈસા ઉપજી રહ્યા હોવાનું સામે આવ્યું છે. મગફળીના ભાવ હાલ 1200 રૂપિયાથી લઈ 1350 રૂપિયા સુધીના હરાજીમાં મળી રહ્યા હોવાનું સામે આવ્યું છે. તો સાથે જ બીડી માર્કેટિંગ યાર્ડમાં હાલ તલ અને મગની પણ આવક થવા પામી છે તેમાં પણ ખેડૂતોને સારુ મળી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker