Rajkot

રાજકોટમાં બાપ-દીકરાએ ઝેરી દવા ગટગટાવીને ટુંકાવ્યું જીવન, કારણમાં જાણીને તમારી આંખમાં આવી જશે આંસુ….

રાજકોટના રજપુતપરામાં આવેલ ખોડીયાર ચેમ્બરમાં બીજા માળે પિતા-પુત્ર દ્વારા ઝેરી દવા પીને આપઘાત કરી લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં જાણવા મળ્યું છે કે, પિતા-પુત્રને આર્થિક ભીંસ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જેમાં રૂ. 3 લાખના દેણાથી કંટાળીને પિતા-પુત્રએ જીવન ટુંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. સહકારનગર મેઇન રોડ પર રહેનાર કડવા પટેલ પરિવારના પિતા-પુત્ર દ્વારા ઝેરી દવા પીને આપઘાત કરવામાં આવતા હાહાકાર સર્જાઈ ગયો છે. આ ઘટનાની જાણ થતા જ એ ડીવીઝન પોલીસ રજપુતપરા ખાતે આવેલ ખોડીયાર ચેમ્બર પર પહોંચી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, રજપૂતપરામાં આવેલી ખોડિયાર ચેમ્બરમાં બીજા માળે જલારામ મશીનરી સ્ટોર્સ ઓફિસ નં. 233 ની બહાર બે વ્યક્તિના મૃતદેહો પડ્યા હોવાની જાણ થતા જ ઓફીસધારકો દ્વારા પોલીસીને જાણ કરવામાં આવી હતી. આ કારણોસર પોલીસ કંટ્રોલ રૂમદ્વારા આ અંગે એ ડિવિઝન પોલીસને જાણ કરતા પીઆઈ જોશી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

જ્યારે આ દરમિયાન પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી તો બંનેનાં ખિસ્સામાંથી આઇકાર્ડ મળી આવ્યું હતું. જેમાં મૃતક સહકારનગર મેઇન રોડ પર બીએસએનએલની ઓફિસ સામે રહેતા પ્રતાપભાઈ અરજણભાઈ ભીમાણી અને તેમનો પુત્ર વિજય પ્રતાપભાઈ હોવાનું સામે આવ્યું હતું. પોલીસ દ્વારા આ બનાવ અંગે મૃતકનાં પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. પિતા-પુત્રે રૂ.3 લાખના દેણાંથી કંટાળી પગલું ભરવામાં આવ્યું હોવાની જાણકારી સામે આવી છે.

ત્યાર બાદ બંનેના મૃતદેહો મળી આવ્યા તે સ્થળે પર બંને શા માટે આવ્યા અને બંનેએ સાથે ઝેરી દવા પીને શા માટે આપઘાત કર્યો તે સહિતના મુદ્દાઓ પર પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે. પિતા-પુત્રની ખોડિયાર ચેમ્બરમાં અવરજવર હોવાનું પણ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ અંગે પોલીસે વિશેષ તપાસ શરૂ કરવામાં આવી છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker