શહેરની હોટલમાં યુવતિનાં ન્યૂડ ડાન્સનો એક વિડીયો વાયરલ થયો હતો. જે રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર આવેલી પંચતારક હોટેલ ઈમ્પિરીયલ ના પાંચમાં માળે એક રૂમમાં મુંબઈની બી ગ્રેડની ડાન્સરના એક પછી એક વસ્ત્રો ઉતારતા ડાન્સનો રૂમની બારીમાંથી લેવાયેલો વીડિયો વાયરલ થયો છે.
રાજકોટમાં સોશિયલ મીડિયામાં આજે એક વિડીયો વાયરલ થયો હતો જેમાં કોઈ યુવતી નગ્ન થઈને ડાન્સ કરતી હોય તેવું જોવા મળ્યું હતું આ અંગે તપાસ કરતા આ અન્ય કોઈ નહિ પરંતુ શહેરના યાગ્નિક રોડ ઉપર આવેલ ફઈવ સ્ટાર ઈમ્પીરીયલ પેલેસ હોટલનો વિડીયો હોવાનો ઘટસ્ફોટ થતા ચકચાર મચી ગઈ હતી.
વાયુવેગે વિડીયો વાયરલ થતા પોલીસ પણ એકશનમાં આવી ગઈ હતી અને યાજ્ઞિક રોડ પરની ઇમ્પીરિયલ પેલેસ હોટલમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અને ડીસીપી મનોહરસિહ જાડેજાએ તાત્કાલિક આ વિડીયો સંદર્ભે તલસ્પર્શી તપાસ કરવાના આદેશ આપ્યા હતા.
આ હોટલ બિલ્ડિંગ ક્ષેત્રે જાણીતા અને રાજકીય વગ ધરાવતા શેઠ બિલ્ડર્સની આ હોટેલમાં કોણે આ મહેફિલનું આયોજન કર્યું હતું જેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે, પરંતુ આ અંગે હજૂ સુધી આ રૂમ કોના નામે બૂક કરવામાં આવ્યું હતું અને તેમાં કોણ કોણ મહેમાનગતિએ આ મહેફિલ માણી હતી તે હજુ સુધી સામે આવ્યું નથી.
આ મામલે મીડિયા સાથે કરેલી વાતચીતમાં હોટલનાં બેંકવેટ મેનેજરે કહ્યું હતું કે, અમે રૂમ આપી દીધા પછી ત્યાં ગ્રાહક શું કરે છે તે અમે જોવા જતા નથી. અને આ કોઈ મંદિર નથી! ગ્રાહક જે કંઈપણ કરે તેના માટે હોટલનું મેનેજમેન્ટ જવાબદાર હોતું નથી. ત્યારે આ મામલે બાકી પોલીસ તપાસ કરી રહી છે. અને આ જવાબદાર લોકો સામે પગલાં લેવામાં આવશે.
સુત્રોપરથી મળતી માહિતી મુજબ આ વિડીયો હોટલની સામેની સાઈડથી કોઈ વ્યક્તિએ ફોનમાં ઉતારેલો છે શુક્રવારે રાત્રે પાંચમાં માળે આ નગ્ન ડાન્સ પાર્ટી ચાલતી હતી જેમાં રૂમની બારી ખુલ્લી હતી કે જાણી જોઇને ખુલ્લી રાખવામાં આવી હતી તે તપાસનો વિષય છે.
હોટલ ઈમ્પીરીયલ પેલેસમાં સ્ટ્રીપટીઝ ડાન્સ પાર્ટી માટે મુંબઈની બી ગ્રેડની હિરોઈનને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યારે આ ડાન્સર હોટલમાં એક પછી એક કપડા કાઢી નિર્વસ્ત્ર્ર થઈને ડાન્સ કરતી જોવા મળે છે અને તેના ઉપર પૈસાનો વરસાદ પણ કરવામાં આવે છે. આ વીડિયો હોટલની સામેના ભાગે આવેલી ઉચી ઈમારતમાંથી ઉતારાયો હતો. હોટલના રૂમની બારી ખુલ્લી રહી જતા રૂમમાં નિર્વસ્ત્ર હાલતમાં યુવતી ડાન્સ કરતી હોવાનો ભાંડો ફુટયો હતો.
વિડીયોમાં દેખાતી હોટલ શહેરના મધ્યમાં ડો.યાજ્ઞિાક રોડ પર આવેલી ફોર સ્ટાર ઈમ્પીરીયલ પેલેસ હોવાનું જણાતા ત્યા એ-ડીવીઝન પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચની ટીમો પહોંચી ગઈ હતી. પોલીસની ટીમોએ હોટલના સ્ટાફ પાસેથી છેલ્લા કેટલાક દિવસના સીસીટીવીના બેકઅપ અને રજીસ્ટર લઈ તેની ચકાસણી શરૂ કરી છે. જો કે મોડી સાંજ સુધી વિડીયો વિશે કોઈ ચોક્કસ માહિતી પોલીસને મળી ન હતી.