એક પિતાનું નિવેદન: પુત્રીને લગ્નની લાલચ આપી પાડોશીનો દીકરો કરી રહ્યો હતો શારીરિક શોષણ

રાજકોટ શહેરમાં લવ સેક્સ ઔર ધોકાની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરમાં પાડોશી યુવાન સાથે તરુણીને પ્રેમ થઈ ગયો હતો. જેના કારણે પિતાએ બદનામીના ભયના કારણે ઘર બદલી નાખ્યું હતું. તેમ છતાં લગ્નની લાલચ આપી યુવાન દ્વારા વારંવાર દુષ્કર્મ આચરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર બાબતમાં પીડિતાના પરિવારજનો દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા ભક્તિનગર પોલીસની ટીમ દ્વારા આરોપીની અટકાયત કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, આ તરુણીને લગ્નની લાલચ આપી અવારનવાર પોતાની હવસનો શિકાર બનાવનાર કિશન ભરતભાઈ ચણિયારાની ભક્તિનગર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. ભક્તિનગર પોલીસ દ્વારા આરોપી કિશન વિરુદ્ધ અપહરણ, દુષ્કર્મ તેમજ પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ દરમિયાન પીડિતાના પિતા દ્વારા પોલીસને જણાવવામાં આવ્યું છે કે. મારી દીકરીને પાડોશમાં રહેનાર યુવાનની સાથે પ્રેમ થઈ ગયો હતો. ત્યારે સમાજમાં બદનામીના ભયથી મેં ઘર પણ બદલી નાખ્યું હતું. ગઈ કાલની સવારે પરિવારજનો જાગ્યા ત્યારે પુત્રી પથારીમા જોવા મળી નહોતી. જેના કારણે પુત્રી બાબતે આજુબાજુમાં તેમજ સંબંધીઓને ત્યાં તપાસ શરુ કરવામાં આવી હતી.

પરંતુ દીકરીનો પતો લાગ્યો નહોતો. ત્યાર બાદ અમે અગાઉ દૂધસાગર રોડ પર રહેતા હતા ત્યાં પાડોશીના પુત્ર કિશન સાથે મારી દીકરીને પ્રેમ સંબંધ બંધાયો હતો તે કિશન ના ઘરે જઈને પણ અમારા દ્વારા તપાસ કરવામાં આવી હતી. ત્યાર બાદ અમે ભક્તિનગર પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા.

ત્યાર બાદ પોલીસ સ્ટેશન જઈને જણાવ્યું હતું કે, આરોપી કિશન જ તેની પુત્રીને ભગાડીને ચાલ્યો ગયો છે. થોડા સમય બાદ પુત્રી પણ પરત આવી જતા તેની પૂછપરછ શરુ કરવામાં આવી હતી. ત્યારે પુત્રીની પૂછપરછ કરતા તેના દ્વારા કહેવામાં આવ્યું હતું કે, તે ગઈકાલે રાત્રે આરોપી કિશન ના ઘરે ગઈ હતી.

પીડિતાના પિતાએ પોલીસને કહ્યું કે, એકાદ મહિના પહેલા જ્યારે તેઓ દૂધસાગર રોડ વિસ્તારમાં રહેતા હતા. ત્યારે આરોપી કિશન દ્વારા તેને લગ્નની લાલચ આપી અવારનવાર શરીર સંબંધ બાંધવામાં આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી કિશનની ઉંમર 20 વર્ષ હોવાનું સામે આવ્યું છે. તેની સાથે તે કારખાનામાં કામ કરી પોતાનું આર્થિક ગુજરાન ચલાવતો હોવાનું જાણકારી સામે આવી છે.

Scroll to Top