રાજકોટમાં મેઘરાજા એન્ટ્રી ખૂબ જ ભયંકર જોવા મળી રહી છે. ગઈરાતથી વરસાદ ચાલી રહ્યું છે. સવારના ૧૦:૩૦ વાગ્યા સુધીમાં બિનસતાવાર અહેવાલ અનુસાર ૧૦ ઈંચ સુધી વરસ્યો છે. જયારે સવારના ૯:૩૦ વાગ્યા સુધીમાં કોર્પોર્રેશનના વેસ્ટ ઝોનમાં સૌથી વધુ ૮ ઈંચ વરસ્યો છે. જ્યારે સેન્ટ્રલ અને ઈસ્ટઝોનમાં ચારથી સવા ચાર ઈંચ જયારે હવામાન ખાતામાં ૪ ઈંચ વરસ્યો છે. છે. ચારોતરફ પાણીની નદીઓ જોવા મળી રહી છે.
ગઈકાલ સવારથી વાદળછાયુ વાતાવરણ રહ્યા બાદ ધીમેધારે વરસાદ વરસી રહ્યો હતો. ત્યારબાદ બપોરના ૧૨ વગ્યાની આજુબાજુ મેઘરાજાએ જોર પકડ્યું છે. અંદાજે બે વાગ્યા સુધી એકધારો વરસાદ ચાલુ રહ્યો હતો. બપોર સુધીમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો. બાદમાં વરસાદ દ્વારા વિરામમાં લેવામાં આવ્યો છે.
ત્યારબાદ રાત્રીના એક વાગ્યાની આજુબાજુ વિજળીના કડાકા સાથે ભારે વરસાદ વરસ્યો હતો. લગભગ આખી રાત વરસાદી માહોલ જોવા મળ્યો હતો. આજે વહેલી સવારના ૭ વાગ્યાથી ફરી વરસાદ શરુ થઈ ગયો હતો. ગઈકાલથી એકધારા વરસાદના પગલે શહેરના માર્ગો ઉપર ચોતરફ પાણીની નદીઓ વહેતી જોવા મળી રહી છે. રસ્તાઓ ઉપરથી પાણી વહી રહ્યા છે જ્યારે તો નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે.
જ્યારે સવારના ૯ વાગે છેલ્લા ૨૪ કલાક એટલે કે, ગઈકાલ સવારના ૮ થી આજે સવારે ૮ વાગ્યા સુધીમાં ૪ ઈંચ તો રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનના ફલડ કંટ્રોલ રૂમમાં સૌથી વધુ વેસ્ટઝોનમાં ૮ ઈંચ, સેન્ટ્રલ ઝોનમાં ૪.૨૫ ઈંચ અને ઈસ્ટ ઝોનમાં ૪.૮ ઈંચ વરસ્યો છે