રાજ્યમાં વધી રહેલા હત્યાના બનાવો આપણા સમાજ માટે એક ચીંતાનો પ્રશ્ન છે. દિવસેને દિવસે આપણા ત્યા હત્યાના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુંમા ફરી એક વાર જેતપુરમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમા મોટાભાઈએ તેનાજ નાનાભાઈની હત્યા કરી નાખી. અને તે પણ કાતર વડે તેણે તેના ભાઈની હત્યાને અંજામ આપ્યો છે.
બંને ભાઈઓ વચ્ચે છેલ્લા ઘણા સમયથી માથા કૂટ ચાલી રહી હતી. જેના કારણે તેમના પિતાએ નાના પુત્રને તેની સાથે બોલાવી લીધો હતો. જોકે થોડાક સમયમાંજ તે પરત આવી ગયો. બને ભાઈઓ નાશાના આદીન હતા. અને તેમની વચ્ચે મારામારી પણ થતી હતી. જેના કારણે તેમના પિતા પણ કંટાળી ગયા હતા.અને તેમના સમજાવા છતા પણ બંને ભાઈઓ સમજતા ન હતા.
જેના કારણે પિતાએ પણ એક વખત તો પોલીસને ફોન કરીને કહ્યું હતું કે તેના બંને પુત્રોને તેઓ લઈ જાય. પોલીસે બંને ભાઈઓ સામે મારામારી પ્રોહીબશનના અનેક ગુના નોંધ્યા હતા. જેથી બંને ભાઈઓનો ગુનાહિત ઈતિહાસ હતો.
બંને ભાઈઓ વચ્ચે અંદરો અંદર મતભેદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો હતો. અને આ મતભેદ દિવસને દિવસે વધી રહ્યો હતો. અને બનાવમાં દિવસે પણ બંને ભાઈઓ વચ્ચે કોઈ વાતને લઈને માથાકૂટ થઈ હતી. વાત બોલાચાલીથી શરૂ થઈ અને બોલાચાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેથી ઉગ્ર બોલાચાલી મારામારીમાં પરિણામી અને તેવામાં મોટાભાઈના હાથમાં કાતર આવી ગઈ.
મોટાભાઈએ ગુસ્માંને ગુસ્સામાં તેના હાથે તેણે તેના ભાઈની છાતીના ભાગે કાતર મારી દીધી. જેના કારણે ઘટના સ્થળેજ તે લોહીલુહાણ થઈને ઢળી પડ્યો હતો. પરંતુ તેને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ત્યારે તે તરફડીયા મારી રહ્યો હતો. પરંતુ બાદમાં તે હોસ્પિટલ પહોચ્યો ત્યા સુધીમાં તેનું મોત નિપજ્યું હતું.
ઉલ્લેખનિય છે કે રાજકોટમાં દિવસેને દિવસે હવે હત્યા જેવા બનાવો વધી રહ્યા છે. અને અટકાવનું નામ નથી રહ્યા. જેતપુરમાં ગત વેલેન્ટાઈન ડે ના દિવસે પણ એક યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હતી. ત્યારે ફરી વખત હવે અહીયા હત્યાનો બનાવ સામે આવ્યો છે. અને વધતા જતા હત્યાના બનાવોને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.