CrimeNewsRajkot

રાજકોટમાં યુવતીના નામે ફેક આઈડી બનાવી યુવતી સામે નગ્ન સ્ક્રીનશોર્ટ પાડી બ્લેકમેલિંગ કરનાર ઝડપાયો

રાજકોટમાં સોશિયલ મીડિયા ફેક આઈડી બનાવી એક યુવતીને હેરાન કરનાર કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં યુવતીના નામે સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવ્યા બાદ કોલેજીયન યુવતીઓ સાથે ફ્રેન્ડશીપ કર્યા બાદ નગ્ન હાલતમાં તેને વિડીયો કોલ કરી તેના સ્ક્રીન શોટ પાડી બિભત્સ માંગણી કરવામાં આવી હતી.

જેમાં મૂળ વીરપુરના યુવકને રાજકોટ રેન્જના સાયબર ક્રાઈમ પોલીસ મથકના સ્ટાફ દ્વારા ઝડપી પાડવામાં આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટના વિરપુર ખાતે રહેનાર અને કડિયા કામ કરનાર આરોપી કિશન ડાભી દ્વારા સોશિયલ મીડિયા પર યુવતીના નામે ફેક એકાઉન્ટ બનાવવામાં આવતું હતું.

ત્યાર બાદ યુવતીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી બાદમાં નગ્ન હાલતમાં વિડીયો કોલ કરી સ્ક્રીન શોટ મેળવી બ્લેકમેઈલ કરી રહ્યો હતો. જ્યારે ગોંડલની યુવતીએ નોંધાવેલ ફરિયાદ મુજબ પોલીસ દ્વારા યુવકની ધરપકડ કરવામાં આવી છે. યુવકે અન્ય કોઈ યુવતીઓને ભોગ બનાવી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ બાબતમાં ગોંડલ પંથકની યુવતી દ્વારા ફરીયાદ દાખલ કરાઈ હતી. જેમાં તેણે કહ્યું હતું કે, તેને એક યુવતીના નામની તેના સોશિયલ મીડિયા પર ફોલો રીકવેસ્ટ આવતા તેના દ્વારા એકસેપ્ટ કરવામાં આવી હતી. ત્યારબાદ તે એકાઉન્ટ ધારક દ્વારા તેની સાથે યુવતી તરીકે વાતચીત શરુ કરી વિશ્વાસ પ્રાપ્ત કરવામાં આવ્યો હતો ત્યાર બાદ પરીચય વધારવા માટે વિડીયો કોલીંગનું કહેતા તેને યુવતીએ હા પાડી દીધી હતી.

જ્યારે એકાઉન્ટ ધારક દ્વારા તેને વિડીયો કોલ કરતા સામે છેડે સ્ક્રીન પર નગ્ન હાલતમાં એક પુરૂષ જોવા મળી આવ્યો હતો. તેની સાથે તેણે વિડીયો કોલ કટ પણ કરી નાખ્યો હતો. તેમ છતાં તે પહેલા તે પુરૂષે વિડીયો કોલીંગના સ્ક્રીન શોટ પાડી તે જ તેને મોકલી બિભત્સ માંગણી શરૂ કરી દેવામાં આવી હતી. આ મુદ્દે રાજકોટ રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા આરોપીના ડમી એકાઉન્ટનું ટેક્નિકલ એનાલીસીસ કરીને આરોપી કિશન જેન્તીભાઇ ડાભીની ધરપકડ કરવામાં આવી અને અને તેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker