અશ્લીલ ફિલ્મ કેસના આરોપી બિઝનેસમેન રાજ કુન્દ્રાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અશ્લીલ ફિલ્મ કેસના આરોપી બિઝનેસમેન રાજ કુન્દ્રા દ્વારા મુંબઈની કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. રાજ કુન્દ્રા દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, તેને બલિનો બકરો બનાવવામાં આવ્યો છે. કથિત વાંધાજનક ફિલ્મ બનાવવામાં તેની સીધી સંડોવણી સાબિત કરવા માટે કેસમાં દાખલ કરાયેલી પૂરક ચાર્જશીટમાં કોઈ પુરાવા રહેલા નથી.
જ્યારે ફેબ્રુઆરી 2021માં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મુંબઈમાં સોફ્ટ પોર્નોગ્રાફી ફિલ્મો બનાવવા અને કેટલીક એપ્સ દ્વારા તેને પબ્લિશ કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ તપાસમાં રાજ કુન્દ્રાનું નામ સામે આવ્યું હતું. રાજ કુન્દ્રા પર અશ્લીલ ફિલ્મો બનાવવા અને તેને કેટલીક એપ્સ પર દેખાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
ક્રાઈમ બ્રાન્ચની FIR મુંજબ રાજ કુન્દ્રા જ આ બાબતમાં મુખ્ય ષડયંત્રકાર રહેલ છે. પોલીસ દ્વારા ફેબ્રુઆરી મહિનામાં જ આ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી હતી. મોડી રાતના પોલીસે તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.
મુંબઈ પોલીસ દ્વારા આ વર્ષે ફેબ્રુઆરીમાં સોફ્ટ પોર્નોગ્રાફી સંબંધિત ફિલ્મો બનાવવા અને તેને અપલોડ કરવાનો બાબતમાં કેસ નોંધ્યો હતો. 26 માર્ચના રોજ મુંબઈ પોલીસ દ્વારા આ મામલે એક્તા કપૂરનું પણ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર સાઈબર સેલ દ્વારા શર્લિન ચોપડા અને પુનમ પાંડેનું સ્ટેટમેન્ટ પહેલાથી જ રેકોર્ડ કરી લેવામાં આવ્યું છે.
રાજ કુન્દ્રા વિરુદ્ધ આ વર્ષ ફેબ્રુઆરી મહિનામાં કેસ દાખલ કરવામાં આવ્યો અને હવે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે. રાજ કુન્દ્રા વિરુદ્ધ આઈટી એક્ટ અને આઈપીસીની કલમો હેઠળ મામલો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યાં અનુસાર, રાજ કુન્દ્રા વિરુદ્ધ પાક્કા પુરાવા રહેલા છે. FIR અનુસાર, આ બાબતમાં રાજ કુન્દ્રાનું નામ પોલીસ સામે શર્લિન ચોપડા દ્વારા લેવામાં આવ્યું હતું.
પોલીસના જણાવ્યાં અનુસાર શર્લિન ચોપડા દ્વારા કહેવામાં આવ્યું છે કે, તેમને એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં લાવનાર રાજ કુન્દ્રા છે. દરેક પ્રોજેક્ટ માટે શર્લિન ચોપડાને 30 લાખ રૂપિયાનું પેમેન્ટ આપવામાં આવતું હતું. શર્લિન ચોપડાના જણાવ્યા અનુસાર, તેણે આ પ્રકારના 15 થી 20 પ્રોજેક્ટ કરેલા છે.
જ્યારે હવે ફિલ્મોનું અપલોડ ક્યાંથી અને કોણ કરતું હતું તેના ઉપર પણ પોલીસને નવી જાણકારી મળી આવી છે. પોલીસના જણાવ્યાં અનુસાર, ફિલ્મો દેશમાંથી નહીં પરંતુ વિદેશમાંથી અપલોડ કરવામાં આવતી હતી અને તેને રાજ કુન્દ્રાના કોઈ નજીકના વ્યક્તિ દ્વારા અપલોડ કરવામાં આવતી હતી. પોલીસની અત્યાર સુધીની તપાસ અનુસાર, સોફ્ટ પોર્નોગ્રાફી સંબંધિત ફિલ્મોને લંડનથી અપલોડ કરવામાં આવતી હતી અને આ કામને ઉમેશ કામથ નામના વ્યક્તિ દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો.