રાજસ્થાન માં તો લોકો ઘણી વખત ગયા હશો પરંતુ અમે આજે તમને જે જણાવવા ના છીએ તે જગ્યા ખુબજ અલગ છે.જો તમે રાજસ્થાન માં ફરવા ગયાં હોય અને અહીં ના ફરો તો તમારું રાજસ્થાન ફરવું બેકાર છે.રાજસ્થાનમાં તમને ફરવાનું કહીએ એટલે ત્રણ નામ જીભ પર આવે.આબુ, ઉદયપુર અને જયપુર પરંતુ આ સિવાય પણ રાજસ્થાનમાં અનેક સ્થળ અને ગામ છે જે ફરવાલાયક છે. રાજસ્થાનના દરેક ગામ અને શહેર પોતાનો રોચક ઇતિહાસ અને વાર્તા ધરાવે છે. ત્યારે આજે અમે તમને અહીં બાડમેર અને શા માટે તે રાજસ્થાનના અન્ય શહેરોથી અલગ છે તે અંગે જણાવીશું.
તમને થતું હશે કે એવું તો શું થયું હશે ઉદયપુર અને જયપુર કરતા સાવ અલગ છે તો તમને જણાવી દઈએ કે અહીંનું રાજસ્થાન,બાડમેરનું નામ અહીંના રાજા બહાડ રાવ પરમારના સમયે પડ્યું છે.બહાડ રાવના સમયે બાડમેર ખૂબ સમૃદ્ધ હતું.મંદિરો અને ઐતિહાસિક સ્મારકોના કારણે આ શહેર દશકોથી પુરાતત્વવાદીઓની સાથે સાથે પ્રવાસીઓના આકર્ષણનું પણ કેન્દ્ર બન્યું છે.જો તમે પણ બાડમેરના ગૌરવપૂર્ણ ઇતિહાસને જોવા માગો છો તો અહીં આવીને આ 5 જગ્યાએ ફરવાનું ચૂકતા નહી આ શહેરમાં ફક્ત સુંદર મહેલ જ નહીં બીજા પણ અનેક સુંદર નજારા છે જેને કેમેરામાં કેદ કરવાથી તમે પોતાને નહીં જ રોકી શકો.
વાંકલ માતાનું ભવ્ય મંદિર.
આ મંદિરમાં દેવીની મૂર્તિની ગરદન નીચે નમેલી છે. જેના કારણે બાડમેરની સ્થાનિક બોલીમાં વાંકલ માતા રાખવામાં આવેલ છે. આ મંદિર પહાડની ઉપર સ્થિત છે. તેથી જે શ્રદ્ધાળુઓ અહીં મંદિરના દર્શન કરવા આવે છે તેઓ પહાડોની વેલી અને તેની સુંદરતાનો આનંદ ઉઠાવે છે. આ મંદિર પાછળ ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્ય સાથે જોડાટેલ વાર્તા પ્રચલિત છે.
શ્રી પાર્શ્વનાથ નું સુંદર જૈન મંદિર.
બાડમેર પ્રાચીન સમયથી પોતાના જૈન ભિક્ષુઓ અને સંતો માટે જાણીતું છે. નાકોડા મેવાનગરમાં ભગવાન પાર્શ્વનાથનું મંદિર પણ એક જાણીતું ટૂરિસ્ટ પ્લેસ છે. આ મંદિર 1500 ફૂટની ઉંચાઈ પર બનાવાયું છે. જૈન સમાજ માટે આ એક પવિત્ર સ્થળ છે. આ મંદિરમાં બનાવાયેલ નકશીકામ સાથે અનેક વાર્તાઓ જોડાયેલ છે.
ખુબજ આકર્ષિત કરતા મહાબર રેતીના ઢગલા.
મહાબર રેતીના ઢગલા અથવા ટિલ્લા સાંજના સમયે મંત્રમુગ્ધ કરી દેતું દ્રશ્ય દર્શાવે છે.જો તમને ઉંટની સવારી કરવી પસંદ હોય તો આ જગ્યા તમારા માટે પરફેક્ટ છે.આ રેતીનું રણ મુખ્ય શહેરથી 5 કિમી દૂર આવ્યું છે.
રાણી ભટિયાણીનું અદ્ભૂત મંદિર.
આ મંદિરની પાછળ અનેક રોમાંચક વાર્તાઓ જોડાયેલ છે.અહીં રાણી ભટિયાળી આગમાં કુદીને સતી બન્યા હતા. ભક્તો તેમને શ્રદ્ધાથી માંજી સા પણ કહે છે.બાલોતરા રેલવે સ્ટેશનથી આ મંદિર ફક્ત 5 કિમી દૂર છે.
વિજય લક્ષ્મીનો અનોખો હેન્ડીક્રાફ્ટ્સ.
વિજય લક્ષ્મી હેન્ડીક્રાફ્ટ્સ પોતાની પારંપરિક હસ્ત બનાવટની વસ્તુઓ માટે રાજસ્થાનનની સાથે સાથે દેશ અને વિદેશમાં પણ ખૂબ જ જાણીતું નામ છે.અહીં તમને રંગબેરંગી સ્થાનિક વસ્તુઓ મળી જશે જેને ખરીદતા તમે પોતાને નહીં રોકી શકો.આ સ્ટોર નેશનલ હાઈવે 15 પર સ્થિત છે અને સવારે 9થી સાંજે 9 સુધી ખુલ્લો રહે છે.જો તમે રાજસ્થાન માં જાવ અને આ જગ્યાએ ના જાવ તો તમારૂં રાજસ્થાન ભરવું ખોટું છે.