રાજુ શ્રીવાસ્તવનું નિધન, કરોડો લોકોને હસાવનાર ‘ગજોધર ભૈયા’એ દુનિયાને અલવિદા કહ્યું

દેશના સૌથી પ્રખ્યાત અને લોકપ્રિય કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું નિધન થયું છે. દિલ્હીની AIIMS હોસ્પિટલમાં 42 દિવસથી દાખલ રાજુ શ્રીવાસ્તવે 21 સપ્ટેમ્બરે અંતિમ શ્વાસ લીધા હતા. 10 ઓગસ્ટની વહેલી સવારે ટ્રેડમિલ પર દોડતી વખતે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારથી તેઓ AIIMSમાં વેન્ટિલેટર પર જીવન અને મૃત્યુની લડાઈ લડી રહ્યા હતા. રાજુ પહેલા દિવસથી બેભાન હતા. તેમનું શરીર જવાબ આપતું ન હતું. જો કે બે દિવસ બાદ તેમની તબિયતમાં થોડો સુધારો થયો હતો પરંતુ બાદમાં ડોક્ટરોએ પરિવારને જવાબ આપી દીધો હતો.

ડોક્ટરોએ રાજુ શ્રીવાસ્તવને બચાવવા અને ભાનમાં લાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો પરંતુ ઓક્સિજન તેમના મગજ સુધી પહોંચી રહ્યો ન હતો. તે સતત બેભાન હતા. તે કોમામાં સરી પડ્યા હતા. રાજુ શ્રીવાસ્તવનું હૃદય પણ કામ કરતું બંધ થઈ ગયું. ઇન્ડસ્ટ્રીના તમામ લોકો અને કરોડો ચાહકો રાજુ શ્રીવાસ્તવના સારા સ્વાસ્થ્ય માટે સતત પ્રાર્થના કરી રહ્યા હતા પરંતુ અફસોસ બધાને હસાવનાર ગજોધર ભૈયા આંસુના પૂર સાથે તેમની પાછળ ચાલ્યા ગયા છે.

બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા, ઓક્સિજન મગજ સુધી ન પહોંચ્યું

રાજુ શ્રીવાસ્તવને તબીબોએ બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા અને જણાવ્યું હતું કે તેમનું હૃદય પણ યોગ્ય રીતે કામ કરી રહ્યું નથી. રિપોર્ટ અનુસાર રાજુ શ્રીવાસ્તવના માથાના ઉપરના ભાગમાં ઓક્સિજન પણ પહોંચી રહ્યો ન હતો. રાજુ શ્રીવાસ્તવના શરીરનો નીચેનો ભાગ કામ કરી રહ્યો હતો અને તેથી તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. તેમને ઓક્સિજન સપોર્ટ પણ આપવામાં આવી રહ્યો હતો. પણ કોઈ ફાયદો થયો નહિ. ડોક્ટરોએ રાજુ શ્રીવાસ્તવના પરિવારજનોને જવાબ આપ્યો.

રાજુને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો

જ્યારે રાજુ શ્રીવાસ્તવને 10 ઓગસ્ટના રોજ હાર્ટ એટેક આવ્યા બાદ એઈમ્સમાં લાવવામાં આવ્યા ત્યારે તેમની હાલત નાજુક હતી અને તેઓ હોશમાં ન હતા. એવું કહેવાય છે કે સીપીઆરની મદદથી તેને કોઈક રીતે હોશમાં લાવવામાં આવ્યો હતો. આ પછી રાજુ શ્રીવાસ્તવની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી અને તેમની ધમનીઓમાં 2 સ્ટેન્ટ પણ નાખવામાં આવ્યા. જો કે, તે પછી પણ રાજુની તબિયતમાં સુધારો થયો ન હતો અને તે બેભાન જ રહ્યો હતો. આ પછી તેમને વેન્ટિલેટર પર લઈ જવામાં આવ્યા હતા.

Scroll to Top