આજકાલ લોકો ફાસ્ટ ફૂડ અને સ્ટ્રીટ ફૂડના દિવાના બનતા જાય છે. તો આજે અમે એક એવું જ સ્ટ્રીટ ફૂડ લઈને આવ્યા છીએ જેણે એકવાર ચાખીને તમે પણ દિવાના થઈ જશો. જો તમે સુરતના છો કે સુરતની મુલાકાત માટે આવ્યા છો તો એકવાર જરૂર ટ્રાય કરજો.
આજે અમે વાત કરી રહ્યા છીએ સુરતની સાર્વજનિક કોલેજ વાળી ગલીમાં આવેલ રાજુભાઇની મેગી વિશે. જે છેલ્લા ૧૫ વર્ષેથી આ મેગીની લારી ચલાવી રહ્યા છે.જે તમને અલગ-અલગ ફ્લેવરની મેગી ખાઈ શકો છો જેમકે સેજવાન, માયોનિજ, વેજીટેબલ, ચીજ અને કોકટેલ મેગી.
કોકટેલ મેગી અલગ-અલગ જાતના શાકભાજી, સોસ, સેજવાન, માયોનિજ અને એક્સ્ટ્રા મસાલા અને ચીજ નાખીને બનાવવામાં આવે છે. આ મેગી માત્ર ૮૦/- રૂપિયામાં મળે છે.
તો મિત્રો, આ રાજુભાઈની મેગી એકવાર જરૂર ટ્રાય કરો. જો આપણે એડ્રેસની વાત કરીએ તો સુરત સાર્વજનિક કોલેજની બહાર, અઠવાલાઇન્સ માં મળશે.અહી લોકો દૂર-દૂર થી મેગી ખાવા માટે પડા-પડી કરે છે.