આ એક કારણે રાજ્યમાં આખો દિવસે રહેશે એસટી બસ બંધ

એસટી નિગમના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહેલી માંગણી લઈને ત્રણેય યુનિયનો આંદોલન પર ઉતરી આવ્યા છે. પ્રાપ્ત માહિતી એસટી નિગમના 40 હજાર કર્મચારીઓ દ્વારા એક સાથે માસ સીએલ પર જવા ચીમકી આપવામાં આવી છે.

સરકાર અને એસટી નિગમ દ્વારા કર્મચારીઓની પડતર માંગણીઓને સ્વીકારવામાં આવશે નહીં તો 7 ઓક્ટોબરની મધ્યરાત્રીથી માસ સીએલ પર જવા 40 હજારમાંથી 22 હજાર કર્મચારીઓ દ્વારા રજા રિપોર્ટ સબમિટ કરી દેવામાં આવ્યો છે. જેમાં અલગ-અલગ કાર્યક્રમ કરીને કર્મચારીઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. તેમ છતાં પહેલા 23 સપ્ટેમ્બરના માસ સીએલ પર જવાના હતા પરંતુ રાજકીય પરિસ્થિતિ અને ભારે વરસાદના કારણે હવે 7 ઓક્ટોબરની મધરાત્રિથી માસ સીએલ પર જવાનું તેમના દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર એસટી નિગમના ઇનટુક યુનિયનના મહામંત્રી ધીરેન્દ્રસિંહ સોલંકી દ્વારા કહેવામાં આવ્યું છે કે, એસટી નિગમના ત્રણેય યુનિયન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે, કર્મચારીઓને મળતા લાભ આપવામાં આવશે. આ મુદ્દે અનેક વખત રજૂઆત કરાઈ છે તેમ છતાં કોઈ જવાબ આપવામાં આવી રહ્યો નથી. કર્મચારીઓ દ્વારા અલગ-અલગ કાર્યક્રમ કરાઈ રહ્યા છે.

જ્યારે કાળી પટ્ટી બાંધી વિરોધ કરાયો છે તેમજ દરેક જિલ્લા કલેકટરને પણ આવેદન અપાયા છે. તેમ છતાં એસટી નિગમના અધિકારીઓ કે સરકાર તરફથી વાતચીત કરવા માટે બોલાવવામાં આવ્યા નથી. જ્યારે અમે ગુજરાતની જનતાને હેરાન કરવા ઈચ્છતા નથી પરંતુ અમારે ના છૂટકે માસ સીએલ પર જવું જ પડશે.

એસટી બસમાં દરરોજના લાખોની સંખ્યામાં પ્રવાસીઓ પ્રવાસ કરતા હોય છે. કોઈપણ પરિસ્થિતિમાં એસટી નિગમના ડ્રાઇવર અને કંડકટર સજ્જ રહેલા હોય છે. જ્યારે પછી મળતા લાભમાં કેમ પાછળ રખાઈ છે. તેવો સવાલ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. એસટી નિગમના વર્ગ 3 અને 4 ના કર્મચારીઓ દ્વારા પોતાને મળતા લાભ મેળવવા માટે પણ આંદોલન કરવું પડી રહ્યું છે.

તેની સાથે છેલ્લા 10 વર્ષમાં 2 વખત માસ સીએલ પર ઉતર્યા અને ત્યાર બાદ કર્મચારીઓની માંગણી સ્વીકારવામાં આવી હતી. જયારે ફરી એસટી નિગમના કર્મચારીઓ માસ સીએલ પર જવા માટે મજબૂર થયા છે.

તેની સાથે એસટી નિગમના કર્મચારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે કે, મોંઘવારી ભથ્થું, એરિયર્સ, ઓવર ટાઈમ, કોરોના વોરિયર્સ જાહેર કરી મળતા લાભ તેમજ જે સેટલમેન્ટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

Scroll to Top