રાજ્યમાં એક બાજુ તહેવારોની સીઝનની શરૂઆત થઈ ગઈ છે ત્યાં બીજી તરફ ગુજરાતમાં ચોમાસાના ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જ્યારે તેની સાથે જ રાજ્યમાં પાણીજન્ય રોગચાળો પણ વધારો થયો છે. જેના કારણે પ્રશાસન હરકતામાં આવી ગયું છે અને રાજ્યવ્યાપી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ મુદ્દામાં કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે સૌથી વધુ લોકો હાલના સમયગાળામાં પાણીપુરીનું સેવન વધુ કરતા હોય છે. જેના કારણે પકોડીની લારી, ફેરિયાઓ, વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પાણી પુરી વેચનાર 4 હજાર જેટલા વેપારીઓની તપાસ કરાઈ હતી. જ્યારે આ તપાસ દરમિયાન ચોંકાવનારી સામગ્રીઓ મળી આવી હતી.
નોંધનીય છે કે, પાણીપુરીની લારીઓ પર રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં 4 હજાર જેટલી પાણીપુરીની લારીઓ પર તપાસ કરવામાં આવી છે. ગુજરાતમાં પાણીપુરીના સ્ટોલ પર લોકોની ભીડ હમેશા જોવા મળે છે. તેમ છતાં આ જ પાણીપુરના કારણે અનેક લોકો બીમાર પણ થતા હોય છે.
જ્યારે ગુજરાતમાં તહેવારની શરૂઆત પહેલા જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા 636 સેંપલ લેબમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. તેની સાથે જે લારી પર અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો તેનો સ્થળ પર જ નાશ કરી દેવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન 1500 કિલો બટાટા અને મસાલો, 1335 લીટર પાણી સહિત 90 હજારની કિંમતના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.