જાહેરમાં ‘આઉટ ઓફ કંટ્રોલ’ થઇ રામાનંદસાગરની પૌત્રી, જુઓ વીડિયો

રામાનંદ સાગરની 24 વર્ષીય પૌત્રી સાક્ષી ચોપરા તેના કપડાના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. જેનું કારણ છે તેનો બોલ્ડ લુક. સોશિયલ મીડિયા પર પણ તેનો લુક હંમેશા ચર્ચામાં રહે છે. આ વખતે પણ કંઈક આવું જ થયું છે. સાક્ષી ચોપરા કેમેરાની સામે આવતાની સાથે જ તેણે અચાનક પોતાના કપડા ઉતારવાનું શરૂ કરી દીધું હતું. સાક્ષીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે.

કેમેરો જોતા જ ઉતાર્યા કપડા: સાક્ષી ચોપરાનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં તે લાલ રંગના આઉટફિટમાં નજર આવી રહી છે. સાક્ષીએ લાલ રંગનો કોટ પહેર્યો છે, જેની અંદર તે જ રંગની બિકિની અને લાલ રંગનું ટ્રાઉઝર પહેર્યું છે. આ સાથે તેને ચશ્મા પહેર્યા છે. આ વાયરલ વીડિયોમાં તમે જોશો કે સાક્ષીએ કેમેરો જોતાની સાથે જ પોતાનો કોટ ઉતારવાનું શરૂ કરી દીધું હતું. આ પછી સાક્ષીએ પોઝ આપ્યો અને તે રેસ્ટોરન્ટની અંદર ચાલી ગઈ. સાક્ષીની આ બોલ્ડ સ્ટાઈલ જોઈને બધા સોશિયલ મીડિયા યૂઝર્સ દગ રહી ગયા છે.

બોલિવુડ અભિનેત્રીથી પણ વધારે પ્રખ્યાત: સાક્ષી ચોપરા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તે દરરોજ તેની હોટ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. સાક્ષીની બિકીની તસવીરોથી લઈ સિઝલિંગ ફોટોશૂટ પણ વાયરલ થાય છે. લોકપ્રિયતાની વાત કરીએ તો તેના 5 લાખથી વધુ ફોલોઅર્સ છે.

કોણ છે સાક્ષી ચોપરા? સાક્ષી ચોપરા ટીવી નિર્માતા મીનાક્ષી સાગરની પુત્રી છે, જે રામાનંદ સાગરની પૌત્રી છે. મોડલ હોવા ઉપરાંત તે ગાયક અને ગીતકાર પણ છે. સાક્ષીએ લંડનની ટ્રિનિટી સ્કૂલમાં અભ્યાસ કર્યો અને પછી કેલિફોર્નિયાના ધ લી સ્ટ્રાસબર્ગ થિયેટર એન્ડ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાંથી ફિલ્મ મેકિંગનો કોર્સ કર્યો છે.

Scroll to Top