માનવતા ની મિસાલ બન્યો આ મુસ્લિમ ભાઈ પવિત્ર રમજાન માં રોઝા તોડી બચાવ્યો અજાણ હિન્દૂ ભાઈ નો જીવ જરૂર વાંચજો આ લેખ

0
લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

આપણો ભારત દેશ એ સાંપ્રદાયિક દેશ છે. આપણા દેશ માં સર્વ ધર્મ સમભાવના ધરાવતો દેશ છે આપણા દેશ માં દરેક ધર્મ નું અને દરેક ધર્મ ના અલગ અલગ તહેવારો નું અનેરું પવિત્ર મહત્વ છે. અત્યારે મુસ્લિમ લોકો નો પવિત્ર તહેવાર રમજાન માસ ચાલી રહ્યો છે ત્યારે એક માનવતા નું હિન્દૂ મુસ્લિમ કોમી એકતા નું પ્રતીક બન્યો આ ભાઈ આપણે કેટલીય વાર જોયું હશે પહેલા પણ આ ભાઈ એ અનોખી પહેલ કરી છે.

તમે પહેલા જોયું હશે કે હિન્દૂ મુસ્લિમ એકતા ના કેટલાય ઉદાહરણ આપું તો ઓછા છે. પણ હિન્દૂ લોકો જ્યારે પગપાળા અંબાજી હોય કે પાવાગઢ કે રામદેવડા ધામ રણુંજા ચાલતા પગપાળા જતા હોય છે ત્યારે મુસ્લિમ ભાઈ ઓ ના કેટલાય કેમ્પ ચાલતા હોય છે. તે ગમે તે રીતે સેવા આપતા હોય છે, પણ અમુક નેતા ઓ ઘ્વારા તેમના રાજકીય રોટલા સેકવા માટે કોમી તોફાનો કરાવે છે અને આ એકતા ટોળાવે છે, પણ કહ્યું છે ને કે માનવતા નો કોઈ ધર્મ નથી હોતો આ એનું ઉદાહરણ બન્યો આ ભાઈ વાંચી ને તમને ગર્વ થશે અત્યારે પણ આવા લોકો છે.

દુનિયા માં કે જે ધર્મ થી ઉપર માનવતા ને માને છે અને એમાં એમનો ધર્મ એમને સાથ આપે છે. પવિત્ર રમઝાન મહિનાના સાત દિવસ પસાર થયા છે. આ દરમિયાન ભાઈચારાનું ઉદાહરણ પ્રસ્તુત કરીને મુસ્લિમ સમુદાય સાથે સાથે કેટલાક હિન્દુઓ પણ રોજા રાખે છે. આ દરમિયાન આસામથી સમાચાર આવી રહી છે કે એક રોઝાદારે માનવતાનું અદભૂત ઉદાહરણ રજૂ કર્યું છે. આ યુવાનોએ સાબિત કર્યું છે કે માનવતા દરેક ધર્મથી ઉપર છે. તેમણે બતાવ્યું કે ધર્મ, જાતિ, સંપ્રદાય સિવાય મનુષ્ય માટે શું ફરજ હોય છે.

અસમમાં એક મુસ્લિમ યુવાને રોઝા તોડીને રક્તદાન કર્યું અને એક હિન્દુ યુવાનનો જીવ બચાવવામાં ડૉક્ટરની મદદ કરી. તેમણે એક ફોન કોલ પર માનવતાને બચાવવા માટે રમજાનની નિયમોની કાળજી કરી ન હતી. અસમના મંગલદોઇમાં પાનુલાહ અહમદના અને તાપજ ભગવતી ફેસબુક પેજ ‘ટીમ હ્યુમનિટી – બ્લડ ડોનર્સ એન્ડ સોશિયલ એક્ટિવિસ્ટ ઇન ઇન્ડિયા’. બન્ને પાસે ગુવાહાટીનાં એક ખાનગી હોસ્પિટલમાં ટ્યૂમરનું ઓપરેશન કરનારા દર્દીઓ વિશે ફોન કોલ આવે છે.

તેમને કહેવામાં આવ્યું કે અસમની ધીમાજીના રંજન ગોગોઈને બ્લડની જરૂર છે. ત્યારબાદ પાનુલ્લાહ અહમદે ખઇને રોજો તોડ્યોપછી રકતદાન કરવા સીધો હોસ્પિટલ પહોંચી ગયા હતા અને રંજન ગોગોઈની જીંદગી બચાવી લીધી 8 મી મે પનુલાહ અને તાપશને ખબર છે કે રંજનને બી+ ગ્રુપની બ્લડની જરૂરિયાત છે, તેથી તેઓ ઘણા ડોનર્સથી સંપર્ક કર્યો હતો, પરંતુ કોઈ ઉપલબ્ધ ન હતું.

તેના પછી તેમણે પોતે રક્તદાન કરવાનું નક્કી કર્યું. અહમદ અને તાપશ ગુવાહાટી માં એક ખાનગી હોસ્પિટલમાં કામ કરે છે. બંને મિત્રો રેગ્યુલર બ્લડ ડોનર્સ છેપાનુલ્લાહે કહ્યું કે પહેલા તેઓ ઘણા વડીલો અને ઇસ્લામના જાણકાર લોકો પાસેથી રોઝા રાખીને લોહીદાન કરવા માટે પરવાનગી બાબતે પૂછ્યું હતું. તેના પર તેમણે કહ્યું કે તે રક્તદાન તો કરી શકે છે, પરંતુ આથી તે પોતે બીમાર પડી શકે છે. ત્યારબાદ પાનુલ્લાહ રક્તદાન કરવાનું નક્કી કર્યું.ટીમ હ્યુમેનિટીએ પણ માનવતાનો કિસ્સો શેર કર્યો છે.

પોસ્ટમાં બન્ને મિત્રોના ફોટા પણ શેર કર્યા છે. તેમાં લખ્યું છે કે બે મિત્રોએ સ્મિત આપતાં એક અજાણ હિન્દુ ભાઈનું જીવન બચાવ્યું છે. વાહ સલામ છે તમને આ લેખ શેર જરૂર કરજો મિત્રો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here