રાનું મંડળ પહેલા એક રેલ્વે સ્ટેશન પર ગીત ગાતી હતી એક ત્યાં ઉભા રહેલા અતિન્દ્ર એ તેમનો વિડિઓ ઉતારીને સોશ્યિલ મીડિયા પર મુક્યો તો બહુ વાયરલ થઈ ગયો અને પછી રાનું મંડલ ખુબજ ફેમસ થઈ ગઈ અને તેમને બોલિવુડમાં ગીત ગાવાનો મોકો પણ મળ્યો.
પોતાના અવાજથી રાનુ એ ઇન્ટરનેટ પર યુઝર્સને પોતાના દિવાના બનાવી દીધા. જેનું પરિણામ આવ્યું કે તેઓ “ઇન્ટરનેટ સ્ટાર” બનીને સામે આવ્યા. રાનું નું ગીત બોલિવૂડના સિતારાઓ સુધી પહોંચ્યું. ત્યારબાદ હિમેશ રેશમિયા તેઓને પોતાના ફિલ્મમાં ગાવાનો અવસર આપ્યો.
પરંતુ હિમેશ રેશમિયા પહેલા એક વ્યક્તિ છે જે રાનું માટે ફરિસ્તો બનીને આવ્યો. આ વ્યક્તિએ રાનું નો વિડીયો બનાવ્યો જે વાયરલ થઈ ગયો. ચાલો અમે તમને એ વ્યક્તિ સાથે મુલાકાત કરાવીએ.હિમેશ રેશમિયાની આગામી ફિલ્મ “હેપ્પી હાર્ડી એન્ડ હીર” છે.
જેમાં રાનુ મંડલે “તેરી મેરી કહાની” નામનું ગીત ગાયેલ છે. હિમેશ રેશમિયા એ એક વિડિયો પણ શેર કરેલ છે જેમાં રાનું સ્ટુડિયોમાં રેકોર્ડિંગ કરતી નજર આવે છે. તેની પાસે હિમેશ રેશમિયા ઉભા રહીને તેને ગાઈડ કરતા નજર આવે છે.
રાનું પશ્ચિમ બંગાળના રાનાઘાટ સ્ટેશન પર ગીત ગાતા પસાર થઇ રહી હતી. તેને ઘણા લોકોએ ગીત ગાતા જોઈ પરંતુ હંમેશા લોકો તેને ધ્યાનમાં લીધી નહીં. રાનું હંમેશા જુના ગીતો ગાતી હતી. તેના વાયરલ થયેલા વીડિયોમાં તે લતા મંગેશકર નું ગીત “એક પ્યાર કા નગમાં હૈ” ગાઈ રહી હતી રાનુ પોતે કહે છે કે, ‘આ મારુ બીજું જીવન છે.
હું આને ઉત્તમ બનાવવા પ્રયત્ન કરીશ.’ રાનુને અત્યાર સુધીમાં ઘણી ઓફર મળી ચુકી છે. અને એમને સૌથી મોટું ગિફ્ટ પોતાની દીકરી સાથે મુલાકાતના રૂપમાં મળ્યું. એમનો વિડીયો વાયરલ થયા પછી રાનુને એમની 10 વર્ષ પહેલા એમનાથી છૂટી પડેલી દીકરી પાછી મળી ગઈ.
રાનુ પોતાની દીકરીને ગળે વળગીને ભાવુક થતા જોવા મળી હતી. ભીખ માંગવાથી લઈને બોલીવુડ સુધીના રાનુના સફરને જોતા એમની સ્ટોરી કોઈ ફિલ્મની સ્ટોરી જેવી જણાવી રહી છે.
રાનું મંડલનું એક ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું ત્યારે તેમણે અતીન્દ્ર નું નામ પણ ના લીધું અને કહ્યું અને આજે હું જે પણ છું તે મારી પોતાની મહેનત, સંઘર્ષ અને ભગવાનની કૃપાથી હું આ જગ્યા પર પહોંચી છું.
જેમની આ વાત સાંભળી ને કોઈ પણ માણસ રાનુ મંડલ સ્વાર્થી મહિલા ના કહે તો તો શું કહે. કારણ કે તે જે પણ છે અતિન્દ્રના કારણે જ છે તે ફક્ત અને ફક્ત તેમના મેનેજર અતિન્દ્ર ની મહેનત ને લીધે છે.
આમ જરાય ખોટું નથી કે અતિન્દ્ર ચક્રવર્તી ને કારણે, રાનુ મંડલ ને નામ અને શોહરત મળી પણ બદલ માં અતીન્દ્ર ને કાંઈ ના મળ્યું.