બોલીવુડનું સ્ટાર કપલમાંથી એક દીપિકા પાદુકોણ અને રણવીર સિંહને લઈને મોટા સમાચાર સામે આવ્યા હે. શોબિઝ ઈન્ડસ્ટ્રીમાં ધમાલ મચાવ્યા બાદ સ્ટાર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ દ્વારા ક્રિકેટની દુનિયામાં ધમાકેદાર એન્ટ્રી કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, દીપિકા અને રણવીર ટુંક જ સમયમાં આઈપીએલમાં પોતાની નવી ટીમ ખરીદવાના છે. હવે આ બન્નેના મળીને એક ટીમ ખરીદવામાં આવશે કે અલગ-અલગ ટીમને ખરીદવા આવશે તે જોવાની વાત રહેશે.
તેની સાથે આપણે બધા જાણીએ છીએ કે, તાજેતરમાં ઈન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન સીઝન સમાપ્ત થઈ ગઈ છે. મહેન્દ્ર સિંહ ધોનીના આગેવાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા આ સીઝનનું ટાઈટલ પોતાના નામે કરવામાં આવ્યું હતું. હવે આઈપીએલની આગામી સીઝનની તૈયારીઓને લઈને વાતો શરુ થઈ ગઈ છે. જ્યારે આ સીઝનમાં 8 ના બદલે 10 ટીમો ભાગ લેવાની છે. આ બે નવી ટીમો આ વર્ષે આઈપીએલ સાથે જોડાવવાની છે અને આવતા વર્ષે મેદાનમાં ઉતરવાની છે. આ બન્ને નવી ટીમોના માલિક બનવા માટે અનેક મોટા બિઝનસમેન અને સેલેબ્રિટીઓની લાઈન લાગી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ આ બન્ને ટીમને ખરીદે તેવી શક્યતા રહેલી છે.
નોંધનીય છે કે બીસીસીઆઈ દ્વારા તાજેતરમાં જ એક નોટિસ જાહેર કરવાની સાથે IPL ની બે નવી ફ્રેન્ચાઈઝી ટીમ માટે ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે. આ ટેન્ડરમાં ટીમ ખરીદવા માટે ઈચ્છુક પાર્ટીઓ અને લોકો પાસેથી તેમના બિડ બાબતે જાણકારી મંગાવાઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ દ્વારા તેને લઈને રસ દાખવવામાં આવ્યો છે. આઈપીએલમાં આ સ્ટાર કપલ દ્વારા ટીમ ખરીદવાનું હોવાની વાત સામે આવતા જ કેકેઆરના કેપ્ટન રહી ચૂકેલા દિનેશ કાર્તિક દ્વારા મજાકિયા અંદાજમાં ટ્વિટ કરીને કહેવામાં આવ્યું છે કે, ટીમ માટે જર્સી ઘણી રસપ્રદ રહેવાની છે.
સુત્રો મુજબ જાણવા મળ્યું છે કે, ટીમ માટે બિડિંગની શરુઆત 25 ઓક્ટોબરથી શરુ કરાશે. આઈપીએલના બોલિવૂડ કનેક્શનની વાત કરવામાં આવે તો, પ્રીતિ ઝિંટા અને શાહરુખ ખાનના નામે આપીએલની ટીમ રહેલી છે. પ્રીતિ ઝિંટાની પણ પોતાની ટીમ રહેલી છે. જ્યારે રણવીર અને દીપિકા સિવાય અન્ય લોકો દ્વારા પણ ટીમ ખરીદવા બાબતે રસ દાખવવામાં આવ્યો છે, તેમાં ગ્લેઝર ફેમિલી, ઓરોબિંદો ફાર્મા, ટોરન્ટ ફાર્મા, આરપી-સંજીવ ગોયંકા ગ્રુપ, જિંદલ સ્ટીલ, રોની સ્ક્રૂવાલા, કોટક ગ્રુપ અને અદાણી સહિત અનેક મોટા બિઝનસ ગ્રુપ્સનો સમાવેશ થાય છે.