Updates

બળાત્કારનો આરોપીએ જામીન પર છૂટી પીડિતા પર ફરીથી બળાત્કાર કર્યો, કેસ પાછો ખેંચવાની ધમકી આપી

જબલપુરમાં બે વર્ષ પહેલા બળાત્કારના કેસમાં ધરપકડ કરાયેલા આરોપીએ જામીન પર છૂટ્યા બાદ પીડિતા પર છરી બતાવી બળાત્કાર કર્યો હતો અને તેને કેસ પાછો ખેંચી લેવાની ધમકી આપી હતી. ઘટનાની માહિતી આપતા પોલીસે જણાવ્યું કે, મહિલાએ ફરિયાદ કરી છે કે આ ઘટનામાં આરોપી મિત્ર સાથે મળીને તેના ઘરમાં છરી બતાવીને ઘુસી ગયો અને તેની સાથે બળાત્કાર કર્યો. પીડિતા હાલમાં 19 વર્ષની છે તેના પર બે વર્ષ પહેલા આ જ આરોપીએ બળાત્કાર ગુજાર્યો હતો, જ્યારે તે સગીર હતી.

પાટન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ આસિફ ઈકબાલે જણાવ્યું કે, ‘ફરિયાદીના કહેવા પ્રમાણે આરોપી વિવેક પટેલે પહેલા પીડિતા પર બળાત્કાર કર્યો, બાદમાં તેના મિત્રએ પણ પીડિતાનું શોષણ કર્યું. પીડિતા પર બળાત્કાર કરવા બદલ આરોપીની 2020માં ધરપકડ કરવામાં આવી હતી. લગભગ એક વર્ષ બાદ 2021માં તેને જામીન પર છોડવામાં આવ્યો હતો.

પીડિતાએ પોલીસને જણાવ્યું કે, આરોપી તેના મિત્ર સાથે મળીને છરી બતાવીને તેના ઘરમાં બળજબરીથી ઘૂસી ગયો હતો અને લગભગ એક મહિના પહેલા તેની સાથે બળાત્કાર કર્યો હતો. આરોપી અને તેના મિત્રએ આ કૃત્યની વીડિયોગ્રાફી કરી હતી અને જો બળાત્કારનો કેસ પાછો નહીં ખેંચાય તો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી હતી. પોલીસે સામૂહિક બળાત્કારનો ગુનો નોંધી બંને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker