રાજસ્થાનના ધોલપુર જિલ્લાના બસેડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં માનવતાને શરમજનક કરતી એક ઘટના સામે આવી છે. અહીં એક પતિ (Husband) એ તેના મિત્રો દ્વારા તેની પત્ની સાથે ફક્ત ગેંગરેપ (Gang rape of wife) જ કરાવ્યો નથી, પરંતુ તેના ગુપ્તાંગો માં (ખાનગી ભાગોમાં) મરચું અને ઝંડુ બામ (મલમ) લગાવવા જેવી ક્રૂરતા પણ કરી હતી. પીડિતાના લગ્ન છ મહિના પહેલા જ થયા છે. પતિની ક્રુરતાથી કંટાળી ગયેલી પીડિતાએ તેના પિયર પક્ષના લોકોને જ્યારે આ જાણ કરી ત્યારે તેમના હોશ ઉડી ગયા હતા. પીડિતાએ હવે બસેડી પોલીસ સ્ટેશનમાં પતિ અને તેના સાથીઓ પર કેસ નોંધાવ્યો છે. પોલીસ આ સમગ્ર મામલાની તપાસમાં લાગી છે.
ધોલપુર પોલીસ ઉપાઅધિક્ષક પરવેન્દ્ર મહેલાના જણાવ્યા અનુસાર 23 વર્ષીય આ પીડિતાના લગ્ન 14 જાન્યુઆરી, 2021 ના રોજ થયાં હતાં. લગ્ન બાદ જ તેના સાસરિયાઓએ દહેજ માટે તેના પર દબાણ કરવાનું શરૂ કર્યું હતું. દહેજની માંગ પૂરી ન થતાં પતિ અને સાસરિયાના અન્ય લોકોએ તેને માર મારતા ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પીડિતાએ પોલીસ સ્ટેશનમાં તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે 26 જૂનની રાત્રે 12 વાગ્યે તેનો પતિ અજાણ્યા યુવકને તેના ઘરે લાવ્યો હતો. તે યુવકે તેના પતિની સામે તેના મોં માં કપડું ભરીને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. પીડિતાએ જણાવ્યું કે બીજા દિવસે પણ તેનો પતિ અન્ય લોકોને ઘરે લઈને આવ્યો હતો. તેમને પણ તેની સાથે ગેંગરેપ કર્યો હતો. અને આરોપીએ તેના ગુપ્તાંગમાં મરચું અને ઝંડુ બામ લગાવીને બેભાન કરી દીધી હતી. જે બે દિવસ સુધી પતિએ આ શખ્સો દ્વારા તેની સાથે દુષ્કર્મ કરાવ્યું હતું.
પોલીસ લાગી ગઈ છે આરોપીની શોધમાં
આ ક્રૂરતાથી ડરીને પીડિતાએ કોઈક રીતે તેના પિયર પક્ષના લોકોને જાણ કરી. બનાવની માહિતી મળતાં સબંધીઓના હોશ ઉડી ગયા હતા. ત્યારબાદ આ પીડિતાના માતા-પિતા તેના સાસરિયાના ઘરે પહોંચ્યા હતા. પુત્રીની હાલત જોઈને માતા-પિતાને રડું આવી ગયું. તે તેની પુત્રીને લઈને બસેડી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને જમાઇ અને અન્ય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે કેસ નોંધીને અને પીડિતાનું મેડિકલ બોર્ડ દ્વારા મેડિકલ કરાવી લેવામાં આવ્યો છે. પોલીસ આરોપીની શોધમાં લાગી છે. પરંતુ હજી સુધી તેમનો કોઈ પત્તો મળ્યો નથી.