રાશિફળ 22 ઓક્ટોમબર: તમારા ઘરમાં ચંદ્રમાં, ઘણી રાશિઓ પર મહેરબાન

આજ ચંદ્રમાંનો સંચાર મિથુન રાશિથી કર્ક રાશિમાં થઈ રહ્યો છે. તમારી રાશિમાં ચંદ્રમાંનો પ્રવેશ શુભ ફળદાયી રહેશે. ઘણા જાતકોને પરેશાનીથી તનાવ મુકત થશે. અઠવાડિયાના આરંભ શુભ હોવાથી ખુશ રહેશો. જુઓ તમારા માટે દિવસ કેવો રહેશે.

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે મિશ્રણ ફળદાયી રહેશે. આજે મનની એકાગ્રતા ઓછી થઈ શકે છે. વાદ-વિવાદ થી દુર રહે અને ક્રોધ પર નિયંત્રણ રાખો.ધનના રોકાણ અને સ્થિત સંપત્તિ વિશે વિચાર અવશ્ય કરો. કોઈ ધાર્મિક સ્થળ અથવા કાર્યક્રમમાં ઉપસ્થિત થવાનો લાવો પ્રાપ્ત થઈ શકે છે. ભાગ્ય 60% સાથ આપશે.

વૃષભ રાશિ

વ્યવહારિક કાર્યો સંભાળવા માટે આજનો દિવસ શુભ છે. પરાક્રમમાં વધારો થશે, નવા મિત્રો પણ બનશે, જેની મિત્રતા લાંબા સમય સુધીરહેશે, પરિવાર અને મિત્રો સાથે સમારોહમાં ઉપસ્થિત રહી શકે છે. નવા કામ શરૂ કરવા માટે ઉત્સાહ થશે. નકારાત્મક વિચારોથી દૂર રહો. ભાગ્ય 70% સાથ આપશે.

મિથુન રાશિ

વેપારીઓને વ્યાપારમાં લાભ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં સફળતા મળશે અને ધન પણ પ્રાપ્ત થશે. ઉચ્ચ અધિકારીઓની સારી દૃષ્ટિ તમારો ઉત્સાહ વધારશે.ધન પ્રાપ્તિનો યોગ છે. કાર્યમાં તમને ખ્યાતિ મળશે. ભાઈઓ વચ્ચે પ્રેમ અને સહયોગ વધશે. ભાગ્ય 75% સાથ આપશે.

કર્ક રાશિ

દિવસની શરૂઆત માનસિક સબલતા અને શાંતિપૂર્ણ વાતાવરણથી થશે. આજે આર્થિક લાભ થશે. દરેકનો સહયોગ મળશે, કાર્યમાં સફળતા આજે ચોક્કસપણે પ્રાપ્ત થશે, પરિવાર સાથે સમય આંનદ પર્વક વિતાવશો. આર્થિક યોજનાઓ પર કામ થઈ શકે છે. ભાગ્ય 78% સાથ આપશે.

સિંહ રાશિ

આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયક રહેશે. આચાર-વિચાર પર નિયંત્રણનો કરવા અને અનૈતિક ક્રિયાઓથી દૂર રહેવાની સલાહ ગ્રહ-નક્ષત્ર આપે છે. જો શક્ય હોય તો યાત્રા ન કરે. કોઈની સાથે બિનજરૂરી વાદ-વિવાદ થઈ શકે છે. સાવચેત રહો, ઈજા થવાની સંભાવના છે. ભાગ્ય 58% સાથ આપશે.

કન્યા રાશિ

સામાજિક રીતે આજે તમને યશ-કીર્તિ અને માન-સન્માન પ્રાપ્ત થશે. આકસ્મિક ધન લાભ થશે.નવા કાર્યો શરૂ કરવા માટે મહત્વપૂર્ણ દિવસ અચાનક તમને કોઈ શુભ સમાચાર મળશે. શત્રુઓ અને વિરોધીઓ તમારાથી દૂર ભાગશે. મિત્રો અને પરિવાર સાથે આનંદિત પલ વિતાવશો. ભાગ્ય 75% સાથ આપશે.

તુલા રાશિ

તમેં બધા કાર્યો દ્રડ મનોબળ અને આત્મવિશ્વાસથી પૂર્ણ કરી શકશો બહારના વિસ્તારોમાં તમને ખ્યાતિ મળશે. કાર્યમાં વ્યસ્તતા બની રહેશે. પરિવાર અને સાથીઓ સાથે વિવાદ થઈ શકે છે. ભગવાનની પ્રાર્થના અને જાપ કરવાથી રાહત થશે. ભાગ્ય 65% સાથ આપશે.

વૃશ્ચિક રાશિ

ભાગ્ય આજે તમારો સાથ અવશ્ય આપશે, ભગવાનની ભક્તિ અને આધ્યાત્મિક ચિંતન આજે તમારા મનમાં શાંતિ પ્રદાન કરશે.સ્વાસ્થ્ય પણ સારું રહેશે. ઓફિસમાં સાથે મળીને કામ કરનારા લોકોનો સહયોગ મળી શકશે, પરિવાર સાથે ખુશીથી સમય વિતાવશે. કાર્યમાં તમને ખ્યાતિ પ્રાપ્ત થશે. ભાગ્ય 80% સાથ આપશે.

ધનુ રાશિ

આજનો દિવસ મધ્યમ ફળદાયક રહેશે. આજે પરિવારમાં પ્રતિકૂળ વાતાવરણ તમારા સ્વાસ્થ્યને વિપરીત અસર ન તેનુ વિશેષ ધ્યાન રાખો, વાહન કાળજીપૂર્વક ચલાવો.વિચારપૂર્વક કાર્ય કરશો તો આજે તમે સફળ થશો, ઉતાવળા નિર્ણયોથી નુકસાન થશે, ભાગ્ય 55% સાથ આપશે.

મકર રાશિ

આજે જીવન સાથી સાથે વ્યવહાર વધુ આનંદદાયક રહેશે, મિત્રો સાથે ફરવાની યોજના બનાવી શકો છો, ભાઈઓ અને પ્રિયજનો સાથેના સંબંધો સારા રહેશે, દૂર રહેતા સંબંધીઓ તરફથી સમાચાર મળતાં તમને વધુ આનંદ વધશે, વ્યાપારમાં લાભ થવાની સંભાવના છે. ભાગ્ય 74% સાથ આપશે.

કુંભ રાશિ

આજે તમારું મન ચિંતા મુક્ત થવાથી રાહત મળશે અને તમારો ઉત્સાહ પણ વધશે. આર્થિક લાભ અને સામાજિક માન પ્રતિષ્ઠતાના અધિકારી બનશો. લક્ષ્મી દેવીની કૃપાથી ધંધામાં લાભ થશે. અટકેલુ ધન પ્રાપ્ત થશે. ભાઇઓ તરફથી પૂરો સહયોગ મળશે. ભાગ્ય 78% સાથ આપશે.

મીન રાશિ

બુધ્ધિ-વિવેકથી કાર્ય કરશો તોજ સફળતા મળશે. આજે મનમાંથી નકારાત્મક વિચારો દૂર કરવા માહિતી ગ્રહ નક્ષત્ર આપી રહ્યા છે. પારિવારિક જીવનમાં મધુરતા રહેશે. આકસ્મિક ધન લાભનો યોગ છે. ખાવા પીવાની કાળજી રાખો. વ્યર્થ વાદ-વિવાદથી બચો અને યાત્રા કરવાનું ટાળો. ભાગ્ય 70% સાથ આપશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top