સાઉથ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી રશ્મિકા મંદાનાની બર્થડે સેલિબ્રેશનની તસ્વીરો થઈ વાયરલ – જુઓ તસ્વીરો

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

સાઉથ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી અને નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાએ ૫ એપ્રિલના પોતાનો ૨૫ મો બર્થડે સેલીબ્રેટ કર્યો હતો. થોડા જ સમયમાં સાઉથ ઇન્ડસ્ટ્રીમાં પોતાનો સિક્કો જમાવી ચુકેલી રશ્મિકા મંદાનાનો આ બર્થડે ખાસ રહ્યો કેમકે તેમને આ દિવસને અમિતાભ બચ્ચન સાથે સેલીબ્રેટ કર્યો હતો. રશ્મિકા મંદાનાએ પોતાના બર્થડે સેલિબ્રેશનની તસ્વીરો સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે.

આ તસ્વીરોમાં રશ્મિકા મંદાના ખૂબ જ ખુશ જોવા મળી રહી છે. લુકની વાત કરીએ તો રેડ એન્ડ વ્હાઈટ સ્ટ્રીપડ ટોપ અને વ્હાઈટ લોઅરમાં જોવા મળી રહી છે. જ્યારે બ્લેક ટ્રેક જેકેટ અને વ્હાઈટ ટ્રાઉઝરમાં જોવા મળી રહી છે. તેમને માસ્ક પહેર્યું હતું અને સંપૂર્ણ ટાઈમ તેને દુર કર્યું નહોતું.

આ બર્થડે સેલીબ્રેશ્નમાં ડાયરેક્ટર વિકાશ બહલ પણ સાથે જોવા મળી રહ્યા છે. તસ્વીરોમાં રશ્મિકા મંદાના ગોલ્ડન અને વ્હાઈટ ફુગ્ગાઓની સાથે પોઝ આપી રહી છે. આ તસ્વીરોને શેર કરી રશ્મિકા મંદાનાએ લખ્યું છે કે, “કેટલો સંતુષ્ટ કરનાર દિવસ હતો ધ્યાન રાખો, માસ્ક માત્ર કેટલીક તસ્વીરો માટે ઉતારવામાં આવ્યું હતું, હંમેશા માસ્ક પહેરો.”

તમને જણાવી દઈએ કે, રશ્મિકા દેસાઈ આ દિવસોમાં અમિતાભ બચ્ચનની સાથે ફિલ્મ ગુડ બાયની શુટિંગ કરી રહી છે અને તેના કારણે ફિલ્મના સેટ પર જ તેમનો બર્થડે સેલીબ્રેટ કરવામાં આવ્યો હતો. ‘ગુડબાય’ માં તે પ્રથમ વખત અમિતાભ બચ્ચનની સાથે કામ કરવા જઈ રહી છે. તેનું ડાયરેકશન બોલીવુડમાં ‘ચિલ્લર પાર્ટી’, ‘ક્વીન’ અને ‘સુપર 30’ જેવી શાનદાર ફિલ્મો બનાવી ચુકેલા વિકાસ બહલ કરી રહ્યા છે.

રશ્મિકા મંદાનાના કામની વાત કરીએ તો ‘ગુડબાય’ તેમની બોલીવુડની બીજી ફિલ્મ હશે. આ અગાઉ તે સિદ્ધાર્થ મલ્હોત્રાના ઓપોઝીટ ‘મિશન મજનુ’ સાઈન કરી ચુકી છે. આ ફિલ્મનું પણ હજુ શુટિંગ ચાલી રહ્યું છે.

લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો MotionToday Gujarati

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here