story

હસમુખકાકાના ફેમસ રસપાઉ: લાખ રૂપિયા આપો તો પણ સવારે 11 વાગ્યા પછી તેમના હાથના રસપાઉ નહીં મળે, જામનગર જાવ તો એકવાર જરૂર મુલાકાત લેજો

આજે અમે તમને એવી દુકાન વિશે જણાવવા જઈ રહ્યા છે છીએ ત્યાં નસીબમાં હોય તો જ તમને ખાવા મળે છે. તે પણ 10 વાગે જાઓ તો જ રસપાઉ મળે અને જે લોકોને નથી મળતું તો નિરાશ થઈને પાછા ચાલ્યા જાય છે. જો તમારે ખાવું હોય તો દસ વાગ્યાના ટકોરે ત્યાં પહોંચવું પડશે જ્યારે લોકો અડધો કલાક પહેલા જ લાઇનમાં ઊભા રહી જતા હોય છે.

આ દુકાનની વાત કરવામાં આવે તો આ દુકાન હસમુખલાલ & બ્રધર્સ નામથી ઓળખાય છે જે જામનગરમાં મહાલક્ષ્મી ચોક, સેંટ્રલ બઁક રોડ, જાલાણી જાર, કડિયાવાડમાં આવેલ છે. ત્યાં તમને હસમુખકાકાના રસપાઉ મળી જશે. દુકાનનો સમયની વાત કરવામાં આવે તો તે સવારના 10 થી 11 એટલે કે કલાકનો રહેલ છે. ત્યાર બાદ તમે 2,000 કે લાખ રૂપિયા આપો તો પણ તમને એમના હાથના રસપાઉ મળશે નહીં.

જ્યારે હસમુખકાકાના હાથના રસપાઉ માત્ર 20 રૂપિયામાં મળે છે, તેને લોકો પેટ ભરાઈને ખાય છે અને રસપાઉ તીખા લાગે તો હસમુખકાકા તેમને ચોકલેટ પણ આપે છે. જ્યારે લોકો પાર્સલ પણ ઘરે લઈ જતા હોય છે. લોકો હસમુખકાકાના રસપાઉ ખાવા દૂર-દૂરથી આવતા હોય છે. જો તમે પણ જામનગરના છો અને ન ગયા હોવ તો જરૂર જાવ, તેની સાથે તમે જો બીજે રહેતા હોય અને જામનગર જવાના હોય તો તમે જરૂર હસમુખકાકાના રસપાઉ ખાવા જજો.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker