ફોનની બેટરી ફાટવાની ઘટના આજકાલ એક સામાન્ય ઘટના બની ગઈ છે. તમામ બ્રાન્ડ્સના તમામ સ્માર્ટફોન વિવિધ ગુણવત્તા અને સલામતી પરીક્ષણોમાંથી પસાર થાય છે, જેમાં દબાણ અને અસર પરીક્ષણના અનેક સ્તરોનો સમાવેશ થાય છે. જોકે ફોન બ્લાસ્ટ થવાના ઘણા કારણો હોઈ શકે છે જેમાં એક કારણ વપરાશકર્તા ની બેદરકારી પણ હોઈ શકે છે. અહી એવા કારણો સૂચિબદ્ધ કર્યા છે જેના કારણે આવી ઘટના બની શકે છે.
ડેમેજ થઈ ગયેલી બેટરી: ડેમેજ બેટરી એ ફોન બેટરી ફાટવાનું સૌથી સામાન્ય કારણ છે. જ્યારે તમારો ફોન અકસ્માતે તમારા હાથમાંથી પડી જાય છે, ત્યારે બેટરીને નુકસાન થાય છે. જેના કારણે શોર્ટ-સર્કિટ, ઓવરહીટિંગ અને ઘણું બધું થાય છે. મોટાભાગના કિસ્સાઓમાં બેટરી ફૂલી જાય છે, જેને પાછળની પેનલ જોઈને ઓળખી શકાય છે.
અન્ય ચાર્જરનો ઉપયોગ ન કરવો: બેટરી બ્લાસ્ટનો આ સૌથી સામાન્ય કેસ છે. બ્રાન્ડ હંમેશાં વપરાશકર્તાઓને ફોન ના જે તે મોડેલના ચાર્જરનો જ ઉપયોગ કરવાનું સૂચન કરે છે. અન્ય કોઈ ચાર્જરથી ફોન ચાર્જ કરવો હંમેશાં જોખમી હોઈ શકે છે. મોટા ભાગના કિસ્સાઓમાં, સસ્તા અને અપ્રમાણિત ચાર્જર ફોનને ગરમ કરી શકે છે અને ફોનની અંદરના ભાગોને નુકસાન પહોંચાડી શકે છે.
ઓવરનાઇટ ચાર્જિંગ ન કરવું: ઓવરનાઇટ ચાર્જિંગ થી ફોનની બેટરી પણ બ્લાસ્ટ થઈ શકે છે. આપણામાંના મોટાભાગના લોકોને રાત્રે મોબાઇલ ફોન ચાર્જર પર રાખવાની ટેવ છે. શોર્ટ-સર્કિટ અને કેટલીક વાર લાંબા સમય સુધી ચાર્જ કરવામાં આવે ત્યારે વિસ્ફોટ થાય છે. આ કારણોસર, ઘણી ચિપ્સ બેટરી ચાર્જિંગ 100 ટકા હોય ત્યારે વિધ્યુત પ્રવાહને આપોઆપ બંધ કરવાની આંતરિક ક્ષમતા સાથે આવે છે. પરંતુ એવા ઘણા ફોન છે જે આ ક્ષમતા સાથે આવતા નથી. તેથી આખી રાત તમારો ફોન ચાર્જ ન કરો.
પ્રોસેસર ઓવરલોડ: મોટા ભાગના કિસ્સાઓમાં, મલ્ટિ-ટાસ્કિંગ અને ગેમિંગ પ્રોસેસર ફોનને ગરમ કરી શકે છે. આવા હીટિંગ ના મુદ્દાઓ બેટરીને નુકસાન પહોંચાડી શકે છે. જો તે મલ્ટિ-ટાસ્કિંગ અથવા ગેમિંગ દરમિયાન ગરમ થાય તો તમારા ફોનને થોડા સમય માટે આરામ આપો.