IPL 2023માં ચેન્નઈ સુપર કિંગ્સ ફાઈનલને પોતાના નામે કર્યા બાદ મેદાનના એવા દ્રશ્ય સામે આવ્યા છે જે તમને ભાવુક પણ કરશે અને ગર્વનો પણ અનુભવ કરાવશે. મેચ જીત્યા બાદ જાડેજા અને ધોનીના દ્રશ્યો તમને ભાવુક કરી દેશે અને આ ઉપરાંત બીજો પણ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં રીવાબા જાડેજાને પગે લાગી પ્રશંસા કરે છે. ભારતના આ સંસ્કાર અને તેની પરંપરાના આ દ્રશ્યો તમને જરૂરથી ગર્વનો અનુભવ કરાવશે.
રીવાબાએ પગે લાગી જાડેજાનું સન્માન કર્યું
ચેન્નઈ સુપર કિંગ્સની જીત બાદ રિવાબા પતિ રવિન્દ્ર જાડેજાના ચરણ સ્પર્શ કરતા જોવા મળ્યા હતા. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળે છે કે, ચેન્નઈની જીત બાદ રિવાબા મેદાન પર પતિ રવિન્દ્ર જાડેજા પાસે પહોંચ્યા અને તેમને પગે લાગી તેમનું સન્માન કરે છે. જેના સોશિયલ મીડિયામાં લોકોએ ખુબ વખાણ કર્યા છે.
What A Lovely Picture Sir #Jadeja With His Wife. 🥹❤️ pic.twitter.com/MtK8s8Npi1
— Narendra Modi fan (@narendramodi177) May 29, 2023
વિનિંગ ચોગ્ગો ફટકાર્યા બાદ જાડેજા થયો ભાવુક
ફાઈનલ મેચની છેલ્લી બોલ પર ચોગ્ગો લગાવ્યા બાદ રવિન્દ્ર જાડેજા ડગઆઉટ તરફ દોડ્યો અને ત્યાં ઉભેલા ચેન્નઈના કેપ્ટન એમ.એસ ધોનીએ તેને ખોળામાં ઉચકી લીધો હતો. જાડેજાના પત્ની રિવાબા પણ તે સમયે સ્ટેડિયમમાં હાજર હતા. આ પછી તે મેદાન પર આવી અને જાડેજાના ચરણ સ્પર્શી તેને ગળે લગાવ્યા હતા. હાલ તેની ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે.