ઘરેલુ ઝગડા અટકાવવા માટે ખાસ આ લેખ વાંચો સગી બહેન ની જેમ પ્રેમ થી રહી શકે છે દેરાણી જેઠાણી, બસ કરવાં પડશે આ 5 કામ.

દેરાણી અને જેઠાણી બે એવી સ્ત્રીઓ હોય છે જે અલગ પરિવાર અને બેકગ્રાઉન્ડ થી આવે છે, પરંતુ લગ્ન પછી એક સાથે એકજ ઘર માં રહે છે. જેવી રીતે સાસુ વહુ ની લડાઈઓ બદનામ છે એવી જ રીતે દેરાણી અને જેઠાણી ના ઝઘડા બહુ જ સાંભળવાના મળશે. ખરેખર જોવામાં આવે છે કે આ બન્ને ના વચ્ચે કાંઈક ખાસ બનતું નથી. કેટલીક વાર તો તેમાંના કારણે પરિવાર જુદા થઈ જાય છે.

પરંતુ તમે શું જાણો છો થોડીક આસન રીત ને અપનાવીને દેરાણી અને જેઠાણી એક સગી બહેન ની જેમ રહી શકે છે. આ વાત થી ફરક નથી પડતો કે તમે એક જ ઘર માં સાથે રહો છો કે પછી અલગ અલગ પરંતુ એક વાત હંમેશા યાદ રાખજો કે તમે બન્ને એક પરિવાર ને પ્રેજેડ કરો છો.એટલા માટે આ પરિવાર ની એકતા અને માન સમ્માન ને બરકરાર રાખવું તમારી ડ્યૂટી પણ બની જાય છે.એવા માં આજે અમે તમને થોડીક એવી રીતો બતાવીશું જેનાથી દેરાણી જેઠાણી જોડે પ્રેમ મહોબ્બત થી રહી શકે છે.

એક બીજાની સાંભળો બીજા લોક ની નહીં.

દરેક પરિવાર માં કોઈ ને કોઈ તો એવું જરૂર હોય જ છે જે બધાને એક બીજાથી ઝઘડવાનું કામ કરે છે. પછી જ્યારે વ્યક્તિ કોઈ ની બુરાઈ કરે છે તો મરચું મીઠું લગાવીને જ બતાવે છે. એટલા માટે જો કોઈ તમને કહે છે કે તમારી દેરાણી કે જેઠાણી તમારા વિશે ફળનું ઢીકનું કહી રહી હતી તો તમે તેની વાતો પર વિશ્વાસ ના કરો. પરંતુ ડાયરેક્ટ તમારી દેરાણી કે જેઠાણી જોડે જાવ અને વાત ક્લીયર કરો. તમે સામે વાળા ની ભાવનાઓ ને પણ સમજો કે આખિર તેને શું પરેશાની છે, અને કેમ છે.

બધું કરો એક સાથે

એક બીજાને સારી રીતે સમજવાનો બેસ્ટ રીત છે કે તમે સાથે સમય વિતાવો. દરેક સ્ત્રી ને શોપિંગ કરવાનો બહુ જ શોખ હોય છે. એવામાં માં તમે બન્ને સાથે જઈ શકો છો. આનાથી તમારા વચ્ચે નો સબંધ મજબૂત થશે. ઘર ના કામ પણ તમે જો મળીને કરો છો તો લડાઈ ઝઘડા નો ચાન્સ જ નહીં મળે. ખાલી સમય માં પોતામાં અલગ રૂમમાં જઈ ને ના બેસી રહો પરંતુ સાથે બેસીને ગપ્પા મારો, ફિલ્મ જોવો કે પછી કાંઈક બીજી મસ્તી કરી લો,આ બધા કામ પોતાના વચ્ચે પ્રેમ ને વધારો.

માન સમ્માન અને બરાબરી.

વધારે લોકો ને આ ગલતફેમી થાય છે કે ઘર માં જેઠાણી બોસ હોય છે અને એના પછી જ દેરાણી નો નંબર આવે છે. જેઠાણી તમારા પહેલા થી એ ઘર માં રહી હોય પરંતુ દેરાણી નો પણ એ ઘર પર એટલો જ અધિકાર હોય છે. આ વાત દેરાણી અને જેઠાણી બન્ને ને સમજાવી જોઈએ,અને જોડે મળીને અને બરાબરી ના અધિકાર ની સાથે રહેવું જોઈએ. જો તમે હું તારાથી સારી છુ કે વાતોમાં રહેશો તો કોઈ દિવસ શાંતિ થી નહીં રહી શકો.

દિલથી ચિંતા

ઘર માં જ્યારે માઁ અથવા બહેન બીમાર થઈ જાય છે તો આપણે તેમની સેવા કરીએ છે. કામ માં હાથ પણ લગાવીએ છે. બસ એ વિચાર ની સાથે આપણી દેરાણી અને જેઠાણી નો પણ ખ્યાલ રાખો. જો તમે તેને પોતાની બહેન દિલ થી માની લેશો અને તેની બહુ દેખરેખ રાખશો તો સામે વાળા પણ તમને પ્રેમ કરવા લાગશે.

ખાનગી મામલા માં વચ્ચે ના પડો

આમ તો તમારે બન્ને એ એક બીજા સાથે હંમેશા રહેવું જોઈએ અને બધી વાતો પણ કરવી જોઈએ પરંતુ થોડીક વસ્તુઓ એવી હોય છે કે જેનાથી તમારે દૂર જ રહેવું જોઈએ,ખાસ કરીને ખાનગી મામલા માં તમારે દખલબાજી નહીં કરવી જોઈએ,એની સાથે દેરાણી જેઠાણી જોડે એટલા પણ ના જોડે ના રહો કે તેને શ્વાસ લેવાનું પણ મુશ્કેલ થઈ જાય.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top