મિત્રો મેઘરાજા ની એન્ટ્રી તો થઈ જ ગઈ છે પરંતુ હવે મેઘરાજા જોરદાર બેટિંગ કરવા તૈયાર થઈ ગયાં છે અને આ મુજબ ગુજરાત માં આગામી થોડા દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ આવવાનો છે.વરસાદને લઇ મહત્વના સમાચાર સામે આવ્યા છે.જેમાં હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલથી ગુજરાતમાં ચોમાસુ નિયમિત બેસશે.આજે અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહિત જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.
આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે.જોકે આ તમામ માં એકવાર વરસાદ જોવાય પણ ગયો છે.ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોવા મળી રહી છે. ત્યારે હાલમાં અરબી સમુદ્રમાં અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાવાના સંકેતો મળી રહ્યાં છે.જેના કારણે આગામી 48 કલાકમાં ગુજરાતમાં સત્તાવાર ચોમાસું બેસવાની શક્યતાઓ હવામાન ખાતાના વિજ્ઞાની મનોરમા મોહન્તિએ વ્યક્ત કરી છે.
તેમજ રાજ્યમાંબે દિવસ હળવા વરસાદી ઝપટાં સાથે ગાજવીજ અને પવન ફૂંકાશે.બાદ માતા તા.14, 15, 16 અને 17મી જૂનના રોજ દક્ષિણ ગુજરાતથી ધોધમાર વરસાદની શરૂઆત થવાની શક્યતાઓ રહેલી છે.આમ હાલના સંકેતો પ્રમાણે ગુજરાતમાં 48 કલાક પછી દક્ષિણ ભાગમાં સત્તાવાર ચોમાસું શરૂ થવાની સંભાવનાઓ રહેલી છે.આ ઉપરાંત નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ રહેશે.તો ભાવનગર, અમરેલી, અમદાવાદ, વડોદરામાં પણ વરસાદની શક્યતા છે.ગાંધીનગર, નર્મદા, ભરૂચ સહિત જિલ્લામાં વરસાદની આગાહી કરાઇ છે.
ઉલ્લેખનીય છે કે, આજે અને કાલે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ આવતીકાલે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ રહેશે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.અને આગામી 2 દિવસ ભારે વરસાદની શક્યતા છે.દેશના અનેક રાજ્યોમાં વરસાદીની આગાહી સ્કાઇમેટ દ્વારા કરવામાં આવી છે.
દેશમાં ચોમાસુ સામાન્યપણે આગળ વધી રહ્યું છે અને કર્ણાટક અને મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં ચોમાસું સક્રિય થઇ ચુક્યું છે. ભારતીય હવામાન વિભાગના નાયવું મહાનિદેશક આનંદ શર્માએ જણાવ્યું છે કે, ‘દેશમાં ચોમાસું સામાન્યવત આગળ વધી રહ્યું છે. કર્ણાટક અને મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં ચોમાસુ સક્રીય થઇ ચુક્યું છે.
હવે ઓડિસાના બાકીના વિસ્તારમાં પણ સક્રીય થશે. આગામી 48 કલાકમાં ચોમાસુ છત્તીસગઠ, દક્ષિણ ગુજરાત, દક્ષિણ મધ્યપ્રદેશ અને બિહારમાં સક્રિય બને તેવા સંકેત છે.જેના 15થી 20 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન થશે તેવું હવામાન વિજ્ઞાન વિભાગના નિયામક જયંત સરકારે જણાવ્યું હતું.આ સિવાય ગત વર્ષે ગુજરાતમાં 24મી જૂનથી સત્તાવાર ચોમાસાનું આગમન થયુ હતુ. માટે હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે 48 કલાકમાં ચોમાસાનું આગમન થશે તો ગુજરાતમાં ગત વર્ષ કરતાં 10 દિવસ વહેલુ ચોમાસુ બેસશે.
જે રીતે ગુજરાતમાં વરસાદ પડશે તે રીતની વાત કરીએ તો 14 અને 15 જૂન નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રમાં ભાવનગર અને અમરેલીમાં ધોધમાર વરસાદ પડશે.16 જૂન નવસારી,વલસાડ દમણ,દાદરાનગર હવેલી તેમજ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ,અમરેલી અને ભાવનગર માં ભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.17 જૂન સાવુંરકાંઠા, અરવલ્લી,નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી અને રાજકોટમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે.જો મિત્રો હજુ પણ તમે ચોમાંશા ની પૂરતી તૈયારીઓ ના કરી હોય તો કરી લેજો.