આઈપીએલ 2021 માં વિરાટ કોહલી પોતાના નામે કરી શકે છે આ મોટા રેકોર્ડ

વિરાટ કોહલીએ બેટિંગના ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. તે આઈપીએલની વર્તમાન સીઝનમાં ખાસ રેકોર્ડ બનાવી શકે છે. અત્યાર સુધી કોઈ પણ ભારતીય આવું કરી શક્યા નથી. ટી-20 લીગની શરૂઆત 9 એપ્રિલથી થઈ રહી છે. પ્રથમ મેચ ભૂતપૂર્વ ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વચ્ચે રમાશે. વિરાટ કોહલી આરસીબી ટીમના જ કેપ્ટન છે.

ટી-20 વાત કરવામાં આવે તો અત્યાર સુધી કોઈ પણ ભારતીય ખેલાડી 10 હજાર રનનો આંકડો પ્રાપ્ત કરી શક્યા નથી. વિરાટ કોહલી 9731 રનની સાથે સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડી છે. વિરાટ કોહલી જો વર્તમાન સીઝનમાં ૨૬૯ રન બનાવી લેશે તો તેમના 10 હજાર રન પુરા થઈ જશે. અત્યાર સુધી કોઈ પણ ભારતીય આવું કરી શક્યા નથી. મુંબઈના કેપ્ટન રોહિત શર્મા 9065 રન સાથે બીજા નંબર પર છે. તેમનું વર્તમાન સીઝનમાં 10 હજારનો આંકડો પ્રાપ્ત કરવો ઘણો મુશ્કેલ છે.

દુનિયામાં ત્રણ ખેલાડી 10 હજારથી વધુ રન બનાવી ચુક્યા છે.

ટી-20 ના રેકોર્ડને જોવામાં આવે તો દુનિયાના ત્રણ ખેલાડી 10 હજાર અથવા તેનાથી વધુ રન બનાવી ચુક્યા છે. વેસ્ટ ઇન્ડીઝના ક્રીસ ગેલ આ બાબતમાં ટોપ પર છે. તેમને 13,720 રન બનાવ્યા છે. 22 સદી અને 76 અડધી સદી ફટકારી છે. કેરોન પોલાર્ડ 10,629 રનની સાથે બીજા જ્યારે શોએબ મલિક 10,488 રનની સાથે ત્રીજા પર છે. ક્રીસ ગેલ આઈપીએલમાં પંજાબ કિંગ્સથી જ્યારે પોલાર્ડ મુંબઈ ઇન્ડિયન્સથી રમી રહ્યા છે.

આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની વાત કરવામાં આવે તો વિરાટ કોહલી પ્રથમ નંબર પર છે. તેમને 5878 રન બનાવ્યા છે. 6 હજારનો આંકડો પ્રાપ્ત કરવા માટે તેમને 122 રનની જરૂરત છે. એવામાં તે ટી-20 લીગમાં 6 હજાર રનનો આંકડો પ્રાપ્ત કરનાર પ્રથમ ખેલાડી બની શકે છે. સુરેશ રૈના 5368 રનની સાથે બીજા અને ડેવિડ વોર્નર 5254 રનની સાથે ત્રીજા પર રહેલા છે. એટલું જ નહીં વિરાટ કોહલીની ટીમ બેંગ્લોર અત્યાર સુધી 13 સીઝનમાં એક પણ વખત ટાઈટલ જીતી શક્યું નથી.

અમદાવાદમા કોરોના નો કહેર જોવા મળી રહ્યો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલથી ચિંતાના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ સીવીલ હોસ્પિટલ મેડિસિટીના બેડ ફૂલ થવા ના આરે છે. સીવીલ હોસ્પિટલ મેડિસિટીમા માત્ર 301 બેડ ખાલી છે.

અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓનો આકડો એક હજારને પાર પહોંચ્યો છે. હાલ 1008 દર્દીઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા છે. ગઈકાલે સૌથી 290 દર્દીઓ સિવિલમાં દાખલ થયા હતા. દર્દીઓમા વધારો થતાં સીવીલ તંત્ર દ્વારા બેડ વધારવા તજવીજ હાથ ધરાઈ છે. મંજુશ્રી મિલમાં આવેલી કિડની હોસ્પિટલ પણ કોવિડ કેર તરિકે શરૂ કરવામાં આવશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top