કોરોનાની બીજી લહેરમાં કેટાલાય લોકો જીવ ગુમાવ્યા છે. પહેલી લહેર કરતા બીજી લહેરમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. ત્યારે કોરોના થયા બાદ કેટલીક બાબતોનું ધ્યાન રાખવાથી તમારા સ્વાસ્થયમાં વહેલી રીકવરી આવી શકે છે. હોસ્પિટલ અથવા તો કોવિડ કેરમાંથી સાજા થયા બાદ તથા કોરેન્ટાઈનમાંથી બહાર આવ્યા બાદ કેટલાક દર્દીઓને નબળાઈ તથા અસ્વસ્થ અને ખાસી જેવી તકલીફો શરૂ થતી હોય છે. ત્યારે લોકોમાં કોવિડમાંથી રિકવર થયા બાદ કેટલાક પ્રશ્નો પણ ઉદભવતા હોય છે. તેમને કોવિડમાંથી સાજા થયા બાદ કેટલાક પ્રકારનું સાવચેતી રાખવી ખુબજ જરૂરી બની જતી હોય છે. જેમ કે તેમને કેવા પ્રકારનો ખોરાક લેવો જોઈએ. તેમની કેવી સાવચેતી રાખવી જોઈએ.
મહત્વનું છે કે, ટૂંક સમયમાં સ્વસ્થ થવા માટે અહી કેટલીક ટીપ્સ આપવામાં આવી છે જેને અનુસરવારથી તમે કોવિડમાંથી રિકવર થયા બાદ પણ થોડા જ સમયમાં સ્વસ્થ થઇ જશો.
કોરોના થયા બાદ આ ખાસ બાબતોનું ધ્યાન રાખવું અત્યત જરૂરી
કોવિડ લક્ષણોની શરૂઆત થયા પછીથી (એટલે કે રીપોર્ટ કરાયાની તારીખથી) ઓછામાં ઓછા 10 દિવસ બાદ દિવસ સુધી તાવ ન આવે તો પછી ઘરમાં કોરેન્ટીન થઈ શકાય છે. અને થોડા દિવસ બાદ કોરેન્ટીનનો અંત પણ લાવી શકો છો. અથવા તો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદથી તમે 10-14 દિનવસ સુધી ઘરમાંજ કોરેન્ટીન થઈ શકો છો ત્યાર બાદ કોઈપણ પરીક્ષણ (ટેસ્ટ) કરવાની જરૂર નથી.
પલ્સ ઓક્સિમીટરનો ઉપયોગ કરીને ઓક્સિજન લેવલને દિવસમાં ત્રણથી ચાર વાર ચેક કરો, તે ઓરડાની હવામાં 94% જાળવું જોઈએ.
દર્દીએ ઉધરસ અને શ્વાસ લેવામાં કોઈ તકલીફ ન થાય તે બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. દિવસમાં 2-3 વાર શરીરનું તાપમાન માપતા રહેવું જોઈએ. શરીરમાં અશક્તિને કારણે બદલાતા લક્ષણોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
ડાયાબિટીઝના દર્દીઓમાં બ્લડ સુગરનું નિયમિત નિરીક્ષણ કરતા રહેવું જોઈએ કોવિડ ઇન્ફેક્શન (અન્ય કોઈ ચેપ તરીકે) શરીરમાં બ્લડ સુગરના સ્તરને બદલે છે. 3 દિવસમાં એકવાર કડક દેખરેખ રાખવી અને તમારા ડોક્ટર સાથે નિયમિત સલાહ લેવી જરૂરી છે.
હાઈ બ્લડ પ્રેસર સંબંધિત મુશ્કેલીઓથી બચવા માટે દર્દીઓએ નિયમિત બ્લડ પ્રેશર મોનિટર કરવું જરૂરી છે. શરીરમાં ઓક્સિજન લેવલ ઘટતું જણાય તો સંપૂર્ણ આરામ કરો જાતે કોઈ પણ પ્રકારની મહેનત ન કરો.
પાણી, નાળિયેર પાણી, રસ, સૂપ અને પાણી ધરાવતા ફળો(તરબૂચ) ના સ્વરૂપમાં પ્રવાહીનું સેવન વધારવું. યાદ રાખો કે વધુ સારા ખોરાક ખાવાથી તમારી રિકવરીમાં સારો ફેરફાર થઈ શકે છે.
દૂધ, ચીઝ, મગફળી, કઠોળ, ઇંડા, માંસાહાર વગેરે જેવા પ્રોટીનયુક્ત ખોરાકનું સેવન કરો. પોતાને શાંત રાખવા માટેશ્વાસની કસરત, યોગ અને ધ્યાન કરો.
જરૂરી કરતા વધારે મહેનત ન કરો. વધુ પડતો શ્રમ ઓક્સિજનની ઉણપ ઉભી કરી શકે છે.ઓક્સિજનની ઉણપ ઓછી કરવા માટે યોગ્ય આરામ કરો. લક્ષ્ણો શરૂ થયાના સાત દિવસની અંદર જો તાવ, વધારે પડકી ઉધરસ જેવા લક્ષણો દેખાય તો તરતજ ડોક્ટરની સલાહ લેવી.
બ્લડ રીપોર્ટ જેવાકે સીબીસી રીપોર્ટ કરાવી લો અને જો વધારે તકલીફ જોવા મળે તો ડોક્ટરની સલાહ મુજબ અન્ય બીજા પણ રીપોર્ટ્સ કરાવવા. જો ડોક્ટર દ્વારા સલાહ આપવામાં આવે તો, ફેફસાંની પુન રિકવરી બાદ પણ ચેપનું પ્રમાણ જોવા માટે છાતીનું સીટી સ્કેન ફરી એકવાર કરાવી લેવું.