રિલાયન્સને લઈને મોટી માહિતી સામે આવી છે. રિલાયન્સ દ્વારા મોટી ડીલ કરવામાં આવી હોવાની જાણકારી સામે આવી છે. રિલાયન્સ રિટેલ વેન્ચર લિમિટેડ એટલે કે આરઆરવીએલ અને ડિઝાઈનલ રિતુ કુમારની કંપની રિતિકા પ્રાઈવેટ લિમિટેડ વચ્ચે એક મોટી ડીલ કરવામાં આવી છે. રિલાયન્સ રિટેલે રિતિકા પ્રાઈવેટ લિમિટેડમાં મેજોરિટી સ્ટેકની ખરીદી કરી છે.
કંપની દ્વારા રિતિકા પ્રાઈવેટ લિમિટેડમાં એવસ્ટોનની 35 ટકા ભાગીદારી પણ ખરીદી લેવામાં આવી છે. તેના કારણે હવે રિતિકા પ્રાઈવેટ લિમિટેડ પણ રિલાયન્સની થઈ ગઈ છે. અત્યારે રિલાયન્સ પાસે રિતિકા પ્રાઈવેટ લિમિટેડની કુલ 52 ટકા ભાગીદારી રહેલી છે.
તેની સાથે એક અઠવાડિયાની અંદર જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું કોઈ ડિઝાઈનર બ્રાન્ડમાં બીજુ રોકાણ કરવામાં આવ્યું છે. આ અગાઉ શુક્રવારના રિલાયન્સ બ્રાન્ડસ દ્વારા મનીષ મલ્હોત્રાની બ્રાન્ડમાં 40 ટકા ભાગીદારી માટે રોકાણ કરવામાં આવ્યું હતું. કંપનીના સ્ટેટમેન્ટ અનુસાર, રિતુ કુમારના પોર્ટફોલિયો રિતુ કુમાર, લેબલ રિતુ કુમાર, આરઆઈ રિતુ કમાર, આરકે અને રિતુ કુમાર હોમ એન્ડ લિવિંગ બ્રાન્ટનો સમાવેશ થાય છે. જેના દુનિયાભરમાં 151 રિટેલ આઉટલેટ્સ રહેલા છે. તેમ છતાં રિતુ કુમારની ડિઝાઈન સ્ટાઈલ તેમની પ્રત્યેક બ્રાન્ડમાં જોવા મળે છે, પરંતુ તેમની દરેક બ્રાન્ડ પોતાની અલગ ઓળખ જ ધરાવે છે. રિતુ કુમારની બ્રાન્ડ પોતાના ‘ક્લાસિકલ સ્ટાઈલ’ થી ગ્રાહકોનું ધ્યાન પોતાની તરફ ખેંચતી રહે છે.
આ ડીલની સાથે રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના ડિરેક્ટર ઈશા અંબાણી દ્વારા કહેવામાં આવ્યું છે કે, ‘અમે રિતુ કુમારની સાથે ભાગીદારી કરીને ઘણા ખુશ છીએ. આ સિવાય તેમની પાસે મજબૂત બ્રાન્ડ, સારી વિકાસ ક્ષમતા થતા ફેશન તેમજ રિટેલ ક્ષેત્રમાં ઘણા ઈનોવેશન રહેલા છે, આ બધા તત્વ એક સંપૂર્ણ જીવન શૈલી બ્રાન્ડ બનાવવા માટે યોગ્ય છે. અમે તેમની સાથે મળીને ભારત અને દુનિયાભરમાં આપણા મૂળ વસ્ત્ર અને શિલ્પ માટે એક મજૂબત પ્લેટફોર્મ અને ગ્રાહક ઈકોસિસ્ટમ બનાવવા માંગીએ છે.
જેના કારણે આંતરાષ્ટ્રીય માર્કેટમાં આપણા શિલ્પને તે સન્માન અને ઓળખ મળે જેનું તે હકદાર પણ છે. કંપની દ્વારા કરવામાં આવેલ જાહેરાત અનુસાર આ ભાગીદારીનું મહત્વ ઈનોવેશનના માધ્યમથી આંતરાષ્ટ્રીય માર્કેટમાં ભારતની ઊભરતી ભૂમિકાને દર્શાવવામાં આવે. તેની સાથે જૂની ડિઝાઈનો અને પેટર્નની પુન:સ્થાપિત કરવાનો ટાર્ગેટ છે.