Business

Reliance એ સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલરમાં પણ ખરીદ્યો 40 ટકા હિસ્સો: 3,630 કરોડમાં થયો સોદો

આરઇસી સોલારના હસ્તાંતરણ પછી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ) એ રવિવારે સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલરમાં 40 ટકા હિસ્સો 3,630 કરોડ રૂપિયામાં ખરીદ્યો. કંપની શાપુરજી પલોનજી (એસપી) ગ્રુપ અને ખુર્શીદ યાજદી દારુવાલા પરિવાર વચ્ચે સંયુક્ત સાહસ છે. આ મલ્ટી-સ્ટેજ ડીલ સાથે, એસપી ગ્રુપે એક મહિનાની અંદર તેની બીજી નોંધપાત્ર સંપત્તિ વેચી દીધી છે. અગાઉ, જૂથે યુરેકા ફોર્બ્સ માટે યુએસ પ્રાઇવેટ ઇક્વિટી કંપની એડવેન્ટ ઇન્ટરનેશનલ સાથે 4,400 કરોડ રૂપિયાનો સોદો કર્યો હતો.

આ સંપાદન પણ રિલાયન્સ દ્વારા તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર દ્વારા પણ કરવામાં આવ્યું છે. આ ડીલ હેઠળ રિલાયન્સના બે સભ્યોને બોર્ડમાં સામેલ કરવામાં આવશે. સોદાના પ્રથમ તબક્કામાં, રિલાયન્સ ન્યૂ એનર્જી સોલરને 375 રૂપિયા પર 2.93 કરોડ રૂપિયા ઇક્વિટી શેર (15.46 ટકા હિસ્સાની બરાબર) ની પ્રેફરન્શિયલ ફાળવણી મળશે.

ત્યારબાદ, રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર, શાપુરજી પલોનજી એન્ડ કંપની પાસેથી 1.84 કરોડ શેર અથવા 9.7 ટકા હિસ્સો તરજીહી આધાર પર હસ્તગત કરશે. ત્રીજા તબક્કામાં, સેબીના ટેકઓવર નિયમો અનુસાર, 4.91 કરોડ શેર ખરીદવા માટે જાહેર ઓફર કરવામાં આવશે, જે 25.9 ટકા ભાગીદારી બરાબર હશે. આ સોદો એસપી ગ્રુપને દેવું ઘટાડવામાં મદદ કરશે. આ ગ્રુપ પર હાલમાં લગભગ 20 હજાર કરોડનું દેવું છે.

અગાઉ REC શેરહોલ્ડિંગ ખરીદવાની થઇ હતી જાહેરાત: અગાઉ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર લિમિટેડ (RNESL) એ ચાઇના નેશનલ બ્લુસ્ટાર (ગ્રુપ) માંથી REC સોલર હોલ્ડિંગ્સ AS (REC ગ્રુપ) નો 100% હિસ્સો ખરીદવાની જાહેરાત કરી હતી. આ સોદો 771 મિલિયન યુએસ ડોલરના એન્ટરપ્રાઇઝ મૂલ્ય પર નક્કી થયો છે.

અધિગ્રહણ પર જણાવતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના અધ્યક્ષ મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, “હું આરઇસીના હસ્તાંતરણથી અત્યંત ખુશ છું કારણ કે તે સૂર્યદેવની અમર્યાદિત અને વર્ષભરની સૌર ઉર્જાનો ઉપયોગ કરવામાં મદદ કરશે. આ અધિગ્રહણ દાયકાનો અંત પહેલાં 100 GW સ્વચ્છ અને હરિયાળી ઉર્જા બનાવવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે નવી અને અદ્યતન ટેકનોલોજી અને ઓપરેશનલ કાર્યક્ષમતામાં રોકાણ કરવાની અમારી વ્યૂહરચનાને અનુરૂપ છે.

માનનીય પ્રાથન મંત્રી મોદીના લક્ષ્ય 2030 સુધીમાં ભારતમાં 450 ગીગાવોટ નવીનીકરણ ઉર્જા ઉત્પાદન છે અને આ પ્રાપ્ત કરવા માટે એક જ કંપની દ્વારા આ સૌથી મોટું યોગદાન હશે. તે ભારતને આબોહવા સંકટને દૂર કરવામાં અને ગ્રીન એનર્જીમાં વિશ્વ અગ્રણી બનવામાં મદદ કરશે.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker