ઇન્શ્યોરન્સ ક્લેમ ફાઇલ કરતી વખતે યાદ રાખો આ વાતો, થશે તમારો ફાયદો

કોઇપણ દુર્ધટનાથી બચવા માટે ઇન્શ્યોરન્સ સૌથી બેસ્ટ ઓપ્શન છે. આપણે આપણા પરિવાર, કાર અથવા ઘરનો ઇંશ્યોરન્સ કરાવીએ છીએ જેથી મુશ્કેલ સંજોગોમાં આર્થિક મદદ મળી રહે. પરંતુ, ક્યારેક કેટલીક ભુલો અથવા જાણકરી ના હોવાથી તમારો ઇન્શ્યોરન્સ ક્લેમ રદ્દ થઇ શકે છે. ઇન્શ્યોરન્સ લેતા પહેલા ક્લેમને લઇને સંપૂર્ણ જાણકારી હોવી જોઇએ.

ક્લેમ કરવા ડિટેલ જમા કરો

માની લો કે કોઇ પુર આવે છે અને તેમા તમારા પોલિસી સંબંધિત દસ્તાવેજો તણાય જાય છે, તો પોલિસી નંબરને સોફ્ટ કોપી દ્વારા શોધો. ત્યારબાદ નિયમ અને શરતોને વાંચો અને પોતાના નુકસાનનું એક લિસ્ટ તૈયાર કરો અને તેને જમા કરો. કોશિશ કરો કે પુર ખતમ થયા બાદ વસ્તુઓ જ્યાં પડી છે તેને ત્યાંથી હટાવવામાં ના આવે અને ઇન્શ્યોરન્સ ઓફિસર તે સાઇટ અથવા નુકસાન થયેલી મિલકતનું નિરીક્ષણ કરવા માંગે તો તેમને તે જ જગ્યા પર વિઝિટ કરાવવી.

આવી પરિસ્થિતિઓમાં થતા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે ઇન્શ્યોરન્સ ઓફિસર પાસે પોતાનું માપદંડ હોય છે. જ્યારે કોઇ વીમો લો તો ક્લેમ દાખલ કરતી વખતે પોલિસીધારકોએ ખુબજ સાવધાન રહેવું જોઇએ. એક્સપર્ટ જણાવે છે કે, જો પોલિસી ધારક ઇન્શ્યોરન્સ ઓફિસર તરફથી કરવામાં આવેલા નુકસાનના અંદાજથી સંતુષ્ટ નથી તો ક્લેમ્સના સમાધાન માટે જે વાઉચર મળે છે તેન પર સહીકર્યા પહેલા મૂલ્યાંકનની સમીક્ષા કરી લો.

જો વ્હીકલ વીમા પોલિસીની વાત કરીએ તો આ, પુર, આગ, ચોરી, આગથી થતા નુકસાનને કવર કરે છે. આવામાં પોલિસીધારકે પાણીમાં ડૂબેલા વાહનની તસવીર લેવી જોઇએ અને તેને ક્લેમ ફાઇલ કરતી વખતે તે તસવીર મેન્શન કરવી જોઇએ. જ્યાં સુધી ઇન્શ્યોરન્સ ઓફિસર તેને જોઇ ના લે ત્યાં સુધી વાહનને રિપેર ના કરાવવું.

પ્રોસેસમાં લાગે છે સમય
કોઇ કુદરતી આપત્તિની સ્થિતિમાં ઇન્શ્યોરંસ ઓફિસરને દાવાને તરત સમાધાન કરવામાં ઘણી મુશ્કેલીઓ સામે આવે છે. ઇશ્યોરન્સ ઓફિસરની મુશ્કેલીઓને દાવેદારોને પણ સમજવી જોઇએ. જ્યારે સત્તાવાર કાર્યવાહીની વાત આવે તો ઉતાવળ ના કરો. કારણ કે ક્લેમના સેટલમેંટમાં સમય લાગે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top