એવું માનવામાં આવે છે કે યુવાનો સેક્સ વિશે વધુ વિચારે છે અને તેના પ્રત્યે વધુ આકર્ષણ ધરાવે છે. પરંતુ તાજેતરના એક રિસર્ચ મુજબ યુવાનો નહીં પરંતુ આધેડ વયના લોકો આ બાબતે વધુ વિચારતા હોય છે. એક રિસર્ચમાં સાબિત થયું છે કે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો સેક્સ કરવા માટે વધુ ઇચ્છુક હોય છે.
આ રિસર્ચ કરનાર ડોક્ટર ક્રિસ્ટીન મિલરોડ કહે છે કે 60 વર્ષની ઉંમર પછી લોકો સેક્સ કરતી વખતે પ્રોટેક્શન લેવાનું પણ જરૂરી નથી માનતા, જે ખૂબ જ જરૂરી છે. જેમ સમયની સાથે બધું બદલાઈ રહ્યું છે, તેવી જ રીતે લોકોની વિચારસરણી અને જાતીય આકર્ષણ પણ બદલાઈ રહ્યું છે.
જો કે આ રિસર્ચ મુજબ એ પણ સાબિત થયું છે કે યુવાનો પણ સેક્સ પ્રત્યે ખૂબ જ સક્રિય વલણ અપનાવે છે. પરંતુ યુવાનોના મામલામાં વૃદ્ધો સેક્સ પ્રત્યે આકર્ષણમાં અનેક ગણા આગળ હોય છે. આ સંશોધનમાં સાબિત થયું છે કે જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ લોકોનું શરીર સેક્સ માટે સપોર્ટ કરવાનું બંધ કરી દે છે. પરંતુ તેની સાથે જ તેમનું સેક્સ પ્રત્યેનું આકર્ષણ સતત વધતું જાય છે. ક્યારેક 60 વર્ષ પછી લોકો પૈસા આપીને સંબંધ બાંધે છે.