કોરોનામાં પતિ ભરતસિંહની ઘણી સેવા કરી તો પણ મને પહેરેલા કપડે કાઢી મુકી: રેશ્મા પટેલે નોટિસ સામે કર્યો મોટો ખુલાસો

કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી આજકાલ પોતાના પારિવારીક બબાલના કારણે ચર્ચામાં રહેલા છે. તાજેતરમાંમાં જ તેમણે પોતાની પત્નીને વિરુદ્ધ વકીલ મારફતે જાહેર નોટિસ ફટકારી હતી. જેના સામે તેમની પત્ની રેશ્મા પટેલ દ્વારા જાહેર નોટિસનો ખુલાસો જાહેરમાં કરવામાં આવ્યો હતો. તેમણે આ અંગે ભરતસિંહ પર ઘણા ગંભીર આરોપો પણ લગાવ્યા છે.

ખુલાસામાં વધુમાં કહ્યું છે કે, મારા પતિ ભરતસિંહ સોલંકી દ્વારા 13-7-2021ના રોજ જાહેર નોટિસ ફટકારવામાં આવી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, મારા પત્ની રેશ્મા પટેલ મારા કહ્યામાં રહ્યા નથી અને અમારી સાથે રહેતા પણ નથી. તેવા આરોપો લગાવ્યા હતા. વાસ્તવમાં પતિ ભરતસિંહ સોલંકીનું કોરોનાની બીમારીમાંથી બહાર આવ્યા બાદ તેઓનું અમારા પ્રત્યેનું વર્તન બદલાઇ ગયું છે. મારી સાથે ગાળાગાળી કરવા લાગ્યા હતા અને અમને પહેરેલા કપડાંએ ઘરમાંથી કાઢી પણ મુક્યા હતા.

નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, મારા પતિ ભરતસિંહ સોલંકી કોરોના મહામારીથી પીડાઈ રહ્યા હતા. ત્યારે મેં તેમની ખૂબ સેવા પણ કરી છે અને પુનઃજીવન તેમને આપ્યું છે. પરંતુ, તેઓ સાજા થયા બાદ છૂટાછેડા લેવા માટે દબાણ કરી રહ્યા છે અને મને ઘરમાંથી પહેરેલા કપડે કાઢી પણ મુકી છે. તેમની સાથે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હોવાનો પણ આક્ષેપ નોટિસમાં કરવામાં આવ્યો છે. ભરતસિંહ રાજકારણના મોટા હોદ્દાનો દુરુપયોગ કરી રેશ્મા પટેલને છુટાછેડા આપવા માટે દબાણ કરી રહ્યા છે.

તેમણે દબાણ આપવા માટે રેશ્મા પટેલને જાહેર નોટિસ પાઠવી નથી ઉલ્ટાનું રેશ્મા પટેલ સારા પત્ની તરીકે રહેવા તૈયાર હતા અને હજુ પણ છે. તેમ છત્તાં કોઈ દોષ વગર રેશ્મા પટેલને તે માનસિક ત્રાસ આપી રહ્યા છે અને ઘરમાંથી તેમને કાઢી પણ મુક્યા હતા. વાસ્તવમાં પતિ ભરતસિંહ સોલંકી કોરોનાની બીમારીમાંથી બહાર આવ્યા બાદ તેઓનું અમારા પ્રત્યેનું વર્તન તદ્દન બદલાઇ ગયું છે. હાલમાં તેઓ અન્યના ત્યાં આશ્રીત રહેલા છે ત્યાં પણ ઘરમાંથી કાઢી મુકવાની અલગ-અલગ વ્યક્તિઓ દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે. તેવું પણ જાહેર નોટિસમાં બતાવવામાં આવ્યું છે.

આ અગાઉ ભરતસિંહ સોલંકી દ્વારા પોતાના વકીલ મારફતે જાહેર નોટિસ પાઠવવામાં આવી હતી કે, તેમના પત્ની રેશ્મા પટેલ છેલ્લાં ચાર વર્ષથી તેમની સાથે રહેતાં નથી અને તેમના કહ્યામાં તે રહ્યા નથી. ભરતસિંહ સોલંકીએ નોટિસમાં કહ્યું છે કે, કોઈપણ વ્યક્તિએ તેમના પત્ની સાથે તેમના નામનો ઉપયોગ કરી કોઈપણ પ્રકારની નાણાકીય લેવડદેવડ કે અન્ય સંબંધો રાખતા નહીં. જો તમે રાખશો તો તેના માટે હું જવાબદાર રહીશ નહીં.

અમારી વચ્ચે ઘણા લાંબા સમયથી મતભેદ હતા અને તેઓ મનસ્વી વર્તન પણ કરતાં હતાં. મારા ઘરે આવીને રહે તો પણ કોઇ વાતચીત મારી સાથે કરતાં નહોતા. શરૂઆતમાં મેં સમજાવટથી સમાધાન લાવવા પ્રયત્ન કર્યો, પરંતુ તેમ બન્યું નહોતું. ત્યાર બાદ તેમના કુટુંબીઓ દ્વારા મધ્યસ્થી કરાવવામાં આવી છતાં પરિણામ આવી નહોતું. મને ખ્યાલ નથી કે તેઓ ભવિષ્યમાં શું કરવા માંગે છે, મને કોઈ પણ રીતે તકલીફ પહોંચે એવું તેઓ કરવાનાં હોય એવો મને ભય રહેલો છે.

Scroll to Top