ધો.10 ના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ કરાયું જાહેર, રાજ્યમાં આટલા ટકા આવ્યું પરિણામ

ગુજરાત શિક્ષણ બોર્ડે આજે ધો.10 રીપિટર વિદ્યાર્થીઓના પરિણામની જાહેરાત કરી દેવામાં આવી છે. આ પરિણામ બોર્ડની વેબસાઈટ પર સવારના 8 વાગ્યાથી ઓનલાઈન જાહેર કરી દેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ પરિણામ બોર્ડની વેબસાઇટ result.gseb.org પર જઇને ચેક કરી શકે છે. જ્યારે આ વખતે ધોરણ 10 નાં રિપિટર વિદ્યાર્થીઓનું પરિણામ 10.4 % આવેલ છે.

ગુજરાતમાં ધોરણ ૧૦ માં 2,98,817 રીપીટર વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા આપવામાં આવી હતી. જેમાંથી માત્ર 30,012 વિદ્યાર્થીઓ પાસ થઈ શક્યા છે. એટલા માટે સમગ્ર રાજ્યનું માત્ર 10.4% પરિણામ સામે આવ્યું છે. તેની સાથે 20 % પાર્સિંગ ધોરણનો લાભ મેળવી 191 પરીક્ષાર્થી પાસ થયેલા છે. આ દરમિયાન પરિણામમાં વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થિનીઓ આગળ રહેલી છે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગત 15 જુલાઈથી 28 જુલાઈ દરમિયાન લેવામાં આવેલી ધો.10-12ની રીપિટર વિદ્યાર્થીઓની પરીક્ષાઓમાં 12 સાયન્સ અને 12 સા.પ્ર. ના પરિણામ બાદ હવે આજે 25મીએ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. છે. તેમાં કોરોના કાળ દરમિયાન આ વર્ષે ધો.10માં અત્યાર સુધીના હાઈએસ્ટ રીપિટર વિદ્યાર્થી પરીક્ષાઓનું નોંધણી થઈ હતી.

જ્યારે વિદ્યાર્થીઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ result.gseb.org પર જાહેર કરાયું છે. વિદ્યાર્થી તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક નાખીને રીઝલ્ટ જોઇ શકશે. પરિણામ બાદના પ્રમાણપત્ર શાળા દ્વારા મોકલાશે.

Scroll to Top