કિશન ભરવાડને ગોળી મારનાર હત્યારાઓએ મૌલાના ઉસ્માનીને લઇ કર્યો ખુલાસો

ગુજરાતમાં કિશન ભરવાડ હત્યા કેસ હાલ ખુબ જ ચર્ચામાં છે. ખરેખરમાં કિશન ભરવાડ નામના યુવકની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ મામલો અમદાવાદના ધંધુકાનો છે. કિશન ભરવાડ હત્યા કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત ATSએ દિલ્હીથી મૌલાના કમર ગની ઉસ્માનીની ધરપકડ કરી છે. ઉસ્માની પર આરોપી શબ્બીરને કિશનની હત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે.

હત્યાનું કારણ શું?

કિશન ભરવાડે થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. તે કથિત વીડિયોમાં ચોક્કસ ધર્મ વિરુદ્ધ કેટલીક ટિપ્પણીઓ કરવામાં આવી હતી. આ અંગે કિશન વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ સમાધાન થતાં મામલો થાળે પડ્યો હતો. પરંતુ પરિવારજનોની વાત માનીએ તો કિશનને સતત ધમકીઓ આપવામાં આવી રહી હતી.

કિશનને કોણે ગોળી મારી?

કિશને કરેલી ફેસબુક પોસ્ટ બાદ કિશનને બે બાઇક સવારોએ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. હત્યાની તપાસ દરમિયાન પોલીસે બંને યુવકો શબ્બીર ચોપરા અને ઈમ્તિયાઝ પઠાણની ધરપકડ કરી હતી. શબ્બીર અને ઈમ્તિયાઝ ધંધુકાના રહેવાસી છે.

કમર ગનીને બંને યુવકો ક્યાં મળ્યા?

પોલીસની પૂછપરછ દરમિયાન યુવકોએ જણાવ્યું હતું કે તેઓ મુંબઈમાં કમર ગનીને મળ્યા હતા. આ મીટિંગમાં કમર ગનીએ યુવાનોને કહ્યું હતું કે જો કોઈ ધર્મ વિરુદ્ધ બોલે છે તો તેને ખતમ કરો.આરોપ છે કે કમર ગનીની આ વાતો સાંભળીને યુવકોએ આ પગલું ભર્યું હતું.

મૌલાના કમર ગની ઉસ્માની કેવી રીતે પકડાયો?

એટીએસે પહેલા આરોપી શબ્બીર અને ઈમ્તિયાઝની ધરપકડ કરી હતી. ત્યારે તેમની પૂછપરછમાં અનેક ખુલાસા થયા હતા. તેમના કહેવા પર ગુજરાત ATSએ દરગાહમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જમાલપુર વિસ્તારના મૌલાના કમર ગની ઉસ્માનીએ ગુનાને અંજામ આપનાર આરોપીઓને બંધૂક અને ગોળીઓ પુરી પાડી હતી. પોલીસે મૌલાનાની ધરપકડ કરી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન ગુનામાં વપરાયેલી બંધૂક મળી આવી હતી.

શબ્બીરની મૌલાના સાથે શું વાત થઇ?

પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આરોપી શબ્બીરે અમદાવાદ અને મુંબઈના મૌલાના સાથે વાત કરી હતી. તેમણે પાકિસ્તાનના આવા ઘણા કટ્ટરપંથી ભાષણો સાંભળ્યા હતા, ત્યારબાદ તે મૌલાનાને સતત મળતો હતો.

Scroll to Top