હાર્દિકને મળવા જતાં કોંગ્રેસના આ નેતા પાસે મળી રિવોલ્વર, પોલીસે કરી અટકાયત

અમદાવાદ: આજે હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો 12મો દિવસ છે. કોંગ્રેસ સહિત અન્ય રાજનેતિક પાર્ટી હાર્દિકની મુલાકાત માટે ઉપવાસ સ્થળે પહોંચી રહ્યાં છે. ત્યારે કોંગી નેતા જયેન્દ્રસિંહ પરમાર પણ હાર્દિકને મળવા માટે ગ્રીનવુડ રિસોર્ટ પહોંચ્યા હતા. પોલીસ દ્વારા ગ્રીનવુડ રિસોર્ટની બહાર સઘન ચેકિંગ ચાલી રહી છે તે દરમિયાન જયેન્દ્રસિંહની કારમાંથી રિવોલ્વર મળી આવી હતી. આ મામલે પોલીસે કોંગી નેતા જયેન્દ્રસિંહની અટકાયત કરી છે.

આજે હાર્દિકની બીપી અને સુગરની તપાસ
સોલા સિવિલની મેડિકલ ટીમ દ્વારા હાર્દિકના પલ્સ, બ્લડ પ્રેસર અને સુગરની તપાસ કરવામાં આવી હતી. જ્યારે તેનો વજન આજે 66 કિલો થયું હતું. ગઈકાલે તેનો વજન 58 કિલો થઈ ગયો હતો. હાર્દિકના આરબીએસ રિપોર્ટમાં સરકારી ડોક્ટરના અનુસાર 112 હતું જ્યારે ખાનગી રિપોર્ટમાં 47 આવ્યું હતું.

હાર્દિકના વજન મામલે ડોક્ટરનો બચાવ
ગઈકાલે 58 કિલો વજન હતો તે અચાનક વધીને 66 કિલો થઈ જતાં હાર્દિક સમર્થકોની આંખો પહોળી થઈ ગઈ હતી. તો ડોક્ટર પણ લૂલો બચાવ કરતાં જોવા મળ્યા હતા અને વજનમાં થયેલા ધરખમ વધારાને ટેક્નિકલ ભૂલનું ગાણું ગાઈને હાથ ઊંચા કરી દીધા હતા. સાથે જ જણાવ્યું હતું કે વજનનો તફાવત ટેક્નિકલ ભૂલથી થયો હોય અથવા સરખી રીતે હાર્દિક ન ઊભો રહ્યો હોય તેના કારણે થયો હોઈ શકે છે.

ઉપવાસના 11મા દિવસે હાર્દિક 58 કિલો વજન થયો હતો
25મી ઓગસ્ટે આમરણાંત ઉપવાસ પર હાર્દિક પટેલ ઉતર્યો હતો ત્યારે તેનો વજન 78 કિલો હતો. ઉપવાસના 11માં દિવસે તેના વજનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો અને એક મણ એટલે કે 20 કિલો વજન ઉતરી ગયો હતો

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here