સુશાંત સિંહ રાજપૂતને રિયા ચક્રવર્તીએ આ રિતે કર્યો યાદ, લખ્યું- તારા વગર કોઈ જિંદગી રહી નથી

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

આજે બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પ્રથમ પુણ્યતિથિ છે. સુશાંત સિંહની યાદમાં તમામ ચાહકોની સાથે ઘણા બોલીવુડ સ્ટાર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ શેર કરી છે. જ્યારે એક તરફ અંકિતા લોખંડે એ ઘણા વીડિયો શેર કર્યા તો હવે રિયા ચક્રવર્તી એ પણ સુશાંત સિંહ માટે એક સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી છે.

રિયા ચક્રવર્તીએ દિવંગત સુશાંત સિંહ રાજપૂત સાથેની પોતાની એક તસ્વીર શેર કરી છે. તસ્વીરમાં એક તરફ રિયા ચક્રવર્તી કેમેરાની સામે જોઈ સ્માઇલ આપી રહી છે તો બીજી તરફ સુશાંત સિંહ રાજપૂત રિયા પર પોતાનો પ્રેમ દર્શાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અંકિતા લોખંડેથી અલગ થયા બાદ સુશાંત સિંહ રાજપૂત રિયા ચક્રવર્તી સાથે રિલેશનશિપમાં રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty)

રિયા ચક્રવર્તીએ ફોટો શેર કરતા કેપ્શનમાં જણાવ્યું છે કે, ‘અત્યાર સુધી એકપણ ક્ષણ એવી પસાર થઈ નથી, જ્યારે મને લાગ્યું હોય કે તું અહીં નથી. તે જણાવે છે કે, સમય બધુ બરોબર કરી નાખે છે, પરંતુ તું જ મારો સમય અને બધુ હતો. હું જાણું છું કે, હજુ તુ મારો ગાર્જિયન એન્જલ છે અને મને ચાંદથી પોતાના ટેલિસ્કોપથી જોઈ રહ્યો છે અને પ્રોટેક્ટ કરી પણ કરી રહ્યો છે. હું દરરોજ તારી રાહ જોઈ રહી છું કે, તું આવ અને મને લઈ જા, હું તને દરેક જગ્યાએ શોધી રહી છું- હું સારી રીતે જાણું છું કે, તું મારી પાસે જ છે’

તેની સાથે રિયા ચક્રવર્તીએ કહ્યું છે કે, ‘તે મને દરરોજ તોડે છે, પછી હું તારી વાતને યાદ કરુ છુ, જે તું કહેતો હતો, તારી પાસે આ છે અને હું તેનાથી આગળ વધી જાવ છું. મારી ભાવનાઓનો દરરોજ તુટતી રહે છે, જ્યારે હું વિચારૂ છું કે તું મારી પાસે નથી. આ લખતા મારૂ દિલ દુખી જાય છે. આ અનુભવતા મારૂ દિલ દુખેડા છે. તારા વગર કોઈ જિંદગી રહી નથી, તું તારી સાથે મારા માટે જિંદગીનો અર્થ લઈને ચાલ્યો ગયો છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો