અમદાવાદમાં દિવસને દિવસે કોરોનાના કેસો વધી રહ્યા છે. જેના કારણે સરકાર દ્વારા એએમટીએસ અને બીઆરટીએસ બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે લોકો ભારે હાલાંકીનો સામનો કરી રહ્યા છે. અને તેમને ન છૂંટકે રીક્ષમાં બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે છે.
પરંતુ આ વાતનો અમુક રીક્ષા ડ્રાઈવરો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે. અને તેઓ પેસેન્જરો પાસેથી ડબલ ભાડૂં વસૂંલી રહ્યા છે. જો તમારી સાથે પણ આવું કઈ થયું હોય અથવા તો કોઈ પણ રીક્ષા વાળો તમારી પાસેથી ડબલ ભાડૂ વસૂંલવાની વાત કરે તો ટ્રાફીક પોલીસ દ્વારા સત્તાવાર રીતે એક નંબર જાહેર કરવામાં આવ્યો છે. જે નંબર પર તમે ફોન કરી શકો છો.
ટ્રાફીક પોલીસે 1095 નંબર આપ્યો છે. આ નંબર પર ફોન કરીને તમે તે રીક્ષાવાળાની ફરીયાદ કરી શકો છો. સાથેજ આપને જણાવી દઈએ કે ટ્રાફીક પોલીસે સામેથી ફોન કરીને જાણ કરવા માટે અપીલ કરી છે. અને જો તમે ટ્રાફીક પોલીસને તે રીક્ષાવાળા વીશે વાત કરશો તેની સામે કાયદેસરની પગલા લેવામાં આવશે. અને પોલીસ તમારી મદદ કરશે
આ ઉપરાંત જો તમે ટ્રાફીક પોલીસને જાણ કરશો તો રીક્ષા વાળો એવી રીતે ફસાઈ જશે કે તે રીક્ષાચાલકને કોઈ પણ યુનીયન દ્વારા ટેકો પણ આપાવામાં નહી આવે. ટ્રાફીક પોલીસે શહેરના બધાજ રિક્ષા ડ્રાઈવર યુનીયન સાથે બેઠક કરી હતી. જે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે કોઈ પણ રીક્ષા ડ્રાઈયર દ્વારા વધારે પડતું ભાડું પેસેન્જર પાસેથી લેવામાં નહી આવે.
માત્ર બસ સેવાજ નહી પરંતું શહેરમાં કોરોનાનો રાફડો ફાટી નીકળ્યો છે. જેના કારણે શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. અને ફરીથી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. સાથેજ શનિ રવી સરકાર દ્વારા મોલ અને મલ્ટીપ્લેક્ષ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. જેથી લોકોની ભીડ ત્યા એકઠી ન થાય
ઉલ્લેખનિય છે કે હાલ અમદાવાદમાં હાલત કોરોનાને કારણે એવી હાલત છે. કે રોજના અહીયા 500 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. અને આવી હાલત ગત ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં પણ હતી. દિવાળી પછીથી સરકાર દ્વારા શહેરમાં રાત્રી કર્ફયુ લાદી દેવામાં આવ્યો છે. જેથી લોકો રાત્રે ભેગા ન થાય અને સંક્રમણની ચેઈન તોડી શકાય.