કોવિડથી મૃત કર્મચારીના પરિવારને 5 વર્ષ સુધી પગાર આપશે રિલાયન્સ, ઑફ-રોલ કર્મચારીઓના નૉમિનીને મળશે 10 લાખ

COVID-19 મહામારી વચ્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જાહેરાત કરી છે કે તે કોરોના સંક્રમણને કારણે પોતાનો જીવ ગુમાવનારા તેના કર્મચારીઓના પરિવારોને આર્થિક સહાય પૂરી પાડશે. મૃતક કર્મચારીના પરિવારને આગામી 5 વર્ષ સુધી પગાર આપવામાં આવશે. આ પગાર કર્મચારીના છેલ્લા પગારની બરાબર હશે. આ ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે આ પણ જાહેરાત કરી છે કે તે કોરોનાવાયરસથી મરી ગયેલા કર્મચારીઓના બાળકોને ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કરવામાં મદદ કરશે.

રિલાયન્સે એક નિવેદનમાં જણાવ્યું છે કે ‘રિલાયન્સ ફેમિલી સપોર્ટ એન્ડ વેલ્ફેર સ્કીમ’ હેઠળ ભારતની કોઈપણ સંસ્થામાં ગ્રેજ્યુએશનની ડિગ્રી સુધી કર્મચારીના બધા બાળકોની ટ્યુશન ફી, હોસ્ટેલ આવાસ અને પુસ્તકોનો સંપૂર્ણ ખર્ચ આપવામાં આવશે. કંપની મૃત કર્મચારીના પતિ અથવા પત્ની, માતા-પિતા અને બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવા વીમા પ્રિમીયમ માટેના 100% વળતર પણ આપશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશન ના સહી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના તે કર્મચારીઓ જે કોરોના સંક્રમિત છે અથવા તેમના પરિવારનો કોઈ સભ્ય કોરોના સંક્રમણની ચપેટમાં આવી ગયો છે, તો તે શારીરિક અને માનસિક રીતે બરોબર થાય ત્યાં સુધી સ્પેશ્યિલ કોવિડ-19 રજા લઈ શકે છે. આ સુવિધા એટલા માટે આપવામાં આવી છે કે જેથી તમામ રિલાયન્સ કર્મચારીઓ તેમના કુટુંબના કોવિડ -19 પોઝીટિવ સભ્યોની કાળજી રાખવા પર ધ્યાન આપી શકે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે “પ્રિય સાથીઓ, અમે એક ટિમના રૂપે આપણી એકતાના દમ પર અને એક ઓનરશિપ માંઇન્ડસેટ ની સાથે અત્યાર સુધી એક સાથે આવ્યા છીએ, જે આ પ્રતિકૂળતાને ત્યાં સુધી બનાવી રાખીશું, જ્યાં સુધી આપણે જીતી નથી જતા.”

રિલાયન્સે એક બીજા નિવેદનમાં કહ્યું કે તે ઑફ-રોલ કર્મચારીઓ માટે પણ કુટુંબિક મદદ અને કલ્યાણ કાર્યક્રમો કરશે. રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ નીતા અંબાણીએ કહ્યું છે કે, કંપની કોવિડ -19 માં મૃત્યુ પામેલા તેના ઑફ-રોલ કર્મચારીઓના નૉમિની ને 10 લાખ રૂપિયાના એકમુશ્તની ચુકવણી કરશે.

Scroll to Top