આ દેશમાં સમુદ્રનું જળસ્તર વધવાના કારણે મહિલાઓ સેક્સ વર્કર થવા બની મજબૂર

બાંગ્લાદેશમાં દરિયાની સપાટીમાં વધારો થઈ રહ્યો છે જેના કારણે ત્યાંની ઘણી મહિલાઓ સેક્સ વર્કર બનવા માટે મજબૂર થઈ રહી છે. આ વાત થોડી તમને વિચિત્ર જરૂર લાગશે પરંતુ આ વાસ્તવમાં સાચી છે. એક નામી ન્યુઝ ચેનલના અનુસાર દરિયાઈ સપાટી વધી રહી હોવાના કારણે બાંગ્લાદેશના દક્ષિણ-પશ્ચિમ તટ પર રહેનારી મહિલાઓ જીવન જીવવા માટે સેક્સ વર્કર બનવા માટે મજબૂર બની છે.

એક ખાનગી ન્યુઝ ચેનલે ખુલાસો કર્યો છે કે, દક્ષિણ પશ્ચિમ કિનારા પર જે વેશ્યાલય બન્યું છે ત્યાં મહિલાઓને ‘છોકરીઓ’ કહેવાય છે. ત્યાં પહોંચ્યા બાદ એક રિપોર્ટરને પણ મહિલાઓએ પહેલા તો વિદેશી ગ્રાહક સમજી લીધો હતો. તેમ છતાં બાદમાં તેણે પોતાની ઓળખ આપી હતી અને મહિલાઓએ પોતાની વ્યથા તેમને જણાવી જતી.

આ દરમિયાન એક મહિલાએ કહ્યું હતું કે, કેવી રીતે સમુદ્રની સપાટી વધવાથી અને તોફાનોના કારણે તેમના પરિવારના ઘર અને ખેતરોનો વિનાશ થઈ ગયો છે. મહિલાઓએ કહ્યું કે, તે ત્યારે 15 વર્ષની હતી અને પરિવારને આર્થિક મદદની જરૂરિયાત હતી. બાદમાં એક દિવસ એક મહિલા તેમની પાસે આવી અને જણાવ્યું હતું કે, જો તે તેની સાથે આવશે તો તેને એક કપડાના કારખાનામાં નોકરી અપાવીશ. પરંતુ છોકરીને ફેક્ટરીમાં કામ અપાવવાના બહાને મહિલાને બળજબરીથી બનિશંતા વેશ્યાલયમાં વેચી દેવામાં આવી હતી. બનિશંતા વેશ્યાલય બાંગ્લાદેશના સૌથી જૂના વેશ્યાલયોમાંથી એક રહેલ છે.

આ વેશ્યાલયમાં 100 જેટલી મહિલાઓ કામ કરી રહી છે. જેમાં ઘણી યુવતીઓને અહીં છેતરીને અને બળજબરીથી લવાઈ છે. અહીં સીત્તેરના દાયકાની મહિલાઓ પણ છે જેઓ હાલમાં સેક્સ વર્કર તરીકે કામ કરતી નથી પરંતુ તે અહીંથી બીજે ક્યાંય જવા માંગતી નથી. અહીં નાની ઉંમરથી લઈને વૃદ્ધ મહિલાઓ પણ રહેલી છે.

તેમ છતાં હવે આ વેશ્યાલયમાં તેમના ઘરે પણ દરિયાઈ સપાટીનો ભય રહેલો છે. જે જમીન પર તેમના ઘર હતા ત્યાંની પટ્ટી પણ ગુમ થવા જઈ રહી છે. દરિયાઈ સપાટી અને નિયમિત પૂર તેમના વેશ્યાલયને પણ નુકસાન પહોંચાડી રહ્યું છે. ત્યાંની મહિલાઓએ કહ્યું હતું કે, નાના વાવાઝોડાથી પણ તેમના ઘરોમાં પૂરના પાણી આવતું હોય છે.

જેમાંથી એક મુખ્ય મહિલાએ કહ્યું કે, અમે અહીં ફસાઈ ગયા છીએ. સેક્સ વર્કર્સ પોતાના ઘરને છોડીને કોઈ બીજી જગ્યાએ જઈ શકે તેમ નથી તેઓ અહીંથી ચાલી જશે તો બાજુના ગામમાં પહોંચી જાય અને ચોક્કસ રીતે લોકો તેમનું સ્વાગત કરશે નહીં અને વિરોધ પણ કરવામાં આવશે. અહીંની જમીન ધોવાઈ રહી છે અને આ અમારા અને અમારા બાળકો માટે પણ જોખમી બની રહી છે.

Scroll to Top