દોસ્તો, અત્યારે સમગ્ર ગુજરાત સહિત દેશભરમાંથી દિવસને દિવસે રખડતા ઢોરોનો ત્રાસ ખૂબ જ વધી રહ્યો છે, અને અત્યાર સુધીમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી આખલાઓનો ત્રાસ અને આખલાઓના હુમલાના ઘણા કિસ્સાઓ આપણી સામે આવી ચૂક્યા છે, જેનાથી ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હશે, તેમ જ ઘણા લોકો ખૂબ જ વધારે ગંભીર રીતે ઇજાગ્રત બન્યા હશે, હાલમાં જ બનેલી એક ઘટનાના સીસીટીવી કેમેરા ના ફૂટેજ આજે આપણી સામે આવી રહ્યા છે.
આ સીસીટીવી કેમેરા ના ફૂટેજ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ મોટી માત્રામાં વાયરલ થઈ રહ્યા છે, તેમજ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ ઘટનાની વાત કરવામાં આવે તો, બે આંખલાઓ ની બબાલમાં એક મહિલા ખૂબ જ ગંભીર રીતે ઇજાગરાત બને છે. અને એક આખલો રસ્તા ઉપર જતી મહિલા ને જોરદાર રીતે ઉછાળીને રોડ ઉપર પછાડી દે છે. આ સમગ્ર ઘટનાની અંદર મહિલા ઘટના સ્થળ ઉપર જ બેહોશ બની જાય છે. અને તેના કાનના ઉપરના ભાગે ભારે ગંભીર ઇજાઓ પહોંચે છે.
માહિતી મળી રહી છે કે, આખલા ના હુમલાને કારણે મહિલા અને માથાના ભાગે ખૂબ જ વધારે ઇજાઓ પહોંચી હતી, તેમજ આખી ઘટના બન્યા પછી આસપાસના લોકો ઘટના સ્થળો પર ભેગા થયા હતા, અને ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, તેમજ આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરાની અંદર કેદ થઈ ગઈ હતી. માહિતી મળી રહી છે કે, આ ચોકાવનારી ઘટના જોધપુરમાં બની છે.
ઘટના વિશે વધુ માહિતી મળી રહે છે કે, આંગણવાડી કાર્યકર્તા સીમા રાજ પુરોહિત બુધવારના દિવસે પોતાના ઘરે જઈ રહ્યા હતા, અને રસ્તામાં ત્રણથી ચાર આંખલાઓ ઉભા હતા, અને સીમા રાજ પુરોહિત નામની મહિલા રસ્તા ઉપર પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક એક આખલો મહિલાની ઉપર જોરદાર ટક્કર મારીને હુમલો કરી દે છે.
તેના કારણે મહિલાને ખૂબ જ ગંભીર ઇજાઓ પહોંચી હતી, અને ઘટના સ્થળ ઉપર જ બેભાન થઈ ગઈ હતી, અને માથાના ભાગે અને કાનના ભાગે ભારે ગંભીર ઇજાઓ પહોંચી હતી, તેમજ આસપાસના લોકો તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા, અને આખી ઘટના બન્યા પછી, આસપાસના વિસ્તારની અંદર ડરનો માહોલ છવાઈ રહ્યો હતો. આખલા ના ત્રાસને કારણે લોકો હવે ઘરની બહાર પણ નીકળતા અચકાઈ રહ્યા છે.
ઘરે જઈ રહેલી મહિલાને એક આખલાએ અચાનક અડફેટેમાં લીધી, મહિલાની કરી નાખી એવી હાલત કે – જુઓ ઘટનાના CCTV ફૂટેજ pic.twitter.com/AXlv5ajNjd
— GUJJU ROCKZ (@gujju_rockz) July 14, 2022
આખલા ના ત્રાસ ના કારણે ઘણા બધા વાહન ચાલકો પણ હવે રસ્તા ઉપર થી વાહન ચલાવવાથી ડરી રહ્યા છે. અને અત્યારે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે મોટી માત્રામાં વાયરલ થઈ રહ્યો છે. તેમજ લોકો તંત્રની બેદરકારીને સામે ઘણા બધા સવાલો ઊભા કરી રહ્યા છે, તેમજ અત્યારે લોકો કોમેન્ટ ની અંદર અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે