સેમીફાઇનલ મેચમાં હાર્યા બાદ રોહિત શર્મા ડગઆઉટમાં બેસી રોયો, જુઓ વીડિયો

ટી-20 વર્લ્ડકપ 2022માં ભારતીય ટીમની સફર પર પૂર્ણવિરામ લાગી ગયું છે. આજે સેમીફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડના હાથે 10 વિકેટથી હારનો સામનો કર્યા બાદ ભારતીય ટીમ આ વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઇ ગઈ છે, મેચ બાદ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા ભાવુક થઈ ગયો હતો. રોહિત શર્મા ડગઆઉટમાં ભાવુક થતો જોવા મળ્યો હતો, જ્યાં તે પોતાના આંસુ સાફ કરી રહ્યો હતો.

મેચ ખતમ થયા બાદ જ્યારે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ઈંગ્લેન્ડની ટીમ સાથે તેમના ડગઆઉટમાં પહોંચ્યા ત્યારે રોહિત શર્મા ભાવુક થઈ ગયો હતો. લાંબા સમયથી રોહિત શર્મા રાહુલ દ્રવિડ સાથે વાત કરતો જોવા મળ્યો હતો. બંનેએ થોડીવાર વાત કરી અને ત્યારબાદ રોહિત શર્મા ભાવુક થઈ ગયો, જ્યારે કોચ રાહુલ દ્રવિડ તેને સંભાળતા જોવા મળ્યા હતા.

ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પણ મેદાનમાં નિરાશ જોવા મળ્યો હતો. 10 વિકેટની કારમી હાર બાદ વિરાટ કોહલી મેદાનમાં નિરાશ જોવા મળ્યો હતો, તેણે કેપ વડે મોઢું છુપાવ્યું હતું. આ પરાજયથી કિંગ કોહલી કેટલો નિરાશ છે તે સ્પષ્ટ દેખાતું હતું.

સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો આ રીતે પરાજય થયો હતો

તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા પહેલીવાર રોહિત શર્માની કેપ્ટન્સીમાં ICC ઈવેન્ટમાં રમી રહી હતી, પરંતુ અહીં પણ તેનું દિલ તૂટી ગયું હતું. ભારતની સફરનો અંત આવ્યો અને ફરી એકવાર ભારતીય ટીમ સેમિફાઇનલમાં હારી ગઇ. જો આ મેચની વાત કરીએ તો પહેલા બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 168 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઈંગ્લેન્ડે 10 વિકેટે મેચ જીતી લીધી હતી.

Scroll to Top