ભારતમાં દિનપ્રતિદિન મેદસ્વીતા પનું વધતું જાય છે. ત્યારે આજે અમે તમારા માટે એક એવો ઘરગથ્થુ ઉપાય લઈને આવ્યા છીએ જેની મદદથી તમે ફક્ત થોડાક જ દિવસ માં તમારી વધારાની ચરબી ગાયબ કરી શકશો. ઘણી વખત જમ્યા પછી ગળ્યું ખાવાની ઇચ્છા થાય છે. જો તમે પણ તે લોકોમાં શામેલ છો તો ખાંડ અથવા મિઠાઇની જગ્યાએ ગોળ ખાવો. એન્ટી ઓક્સિડન્ટ્સ ભરપૂર ગોળમાંથી પાવરહાઉસની જેમ આરયન, પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ, વિટામિન A અને વિટામિન B ભરપૂર માત્રામાં મળી આવે છે. ગોળ ખાવાથી માત્ર લોહી શુદ્ઘ નથી થતું પરંતુ શરીરનું મેટાબોલિઝમ પણ ઠીક રહે છે.
હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે વજન ઘટાડવા માટે પણ મદદરૂપ થાય છે.જાણો કેવી રીતે.જો તમે વજન ઘટડાવા માંગો છો તો ડાયટમાં ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરો કેમ કે ખાંડની સરખામણીએ ગોળમાં કેલેરી ઓછી હોય છે. તેનો નેચરલ સ્વીટનર તરીકે ઉપયોગ કરી શકે છે. આયુર્વેદ સંહિતાના આનુસાર ગોળ જલ્દીથી પચી જાય છે. લોહીમાં વધારો કરે છે અને ભૂખ વધારે છે. એવામાં જો તમે ગેસ અથવા એસિડિટીથી પરેશાન છો તો તમે ખાધા પછી ગોળ જરૂરથી ખાવો આમ કરવાથી આ સમસ્યામાંથી છૂટકારો મેળવી શકાય છે. અને તેની ખુબજ આસાનીથી બાઈ બાઈ કહી દો કારણકે હોવી તમે સ્લિમ થવાના છો.
એક આયુર્વેદિક ગ્રંથ માંથી મળતી માહિતી મુજબ,ગોળ સીંધાણુ અને સંચળનું મિશ્રણ ખાવાથી ખાટ્ટા ઓડકારો આવવાનું બંધ થઇ જશે.ગોળ લોહીને શુદ્ઘ કરીને શરીરમાં રહેલા હાનિકારક ટોક્સિન્સને બહાર નીકાળવા માટે મદદ કરે છે જેનાથી વજન ઘટવામાં મદદરૂપ થાય છે.જે રીતે ગ્રીન ટી શરીરને ડિટોક્સ કરીને વજન ઉતારવામાં મદદ કરે છે તેવી જ રીતે ગોળ પણ શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.ગોળમાં પોટેશિયમ સારી માત્રામાં હોય છે.જેના કારણે શરીરનો મેટાબોલિઝમ વધે છે અને જ્યારે મેટાબોલિઝમ વધે છે.અને તેની સાથેજ તમને તમારા શરીરમાં કંઈક બદલવ જોવા મળશે.
મેટાબોલિઝમ વધે ત્યારે કેલેરી બર્ન થાય છે અને ઝડપથી વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.આમ તો ગોળ સ્વાસ્થ્ય માટે ફાયદારૂપ છે અને ઘણી બિમારીઓને દૂર કરવામાં મદદ કરે છે.તેમ છતાં જ્યારે પણ કોઇ વસ્તુઓને સેવન અધિક માત્રાના કરવું જોઇએ. ગોળનું સેવન સીમિત માત્રામાં કરો.વધારે પડતો ગોળ ખાવાથી તમારા શરીરને નુકસાન થઇ શકે છે.પરંતુ તે જણાવ્યા મુજબ નો ઉપયોગ કરવાથી તે ફાયદાકારક પણ સાબિત થઈ શકે છે.માટે હવે નિર્ણય તમારે કરવાનો છે કે તમારે તેનો ઉપયોગ કેટલી માત્ર માં કરવાનો છે.