ફક્ત હિંદુ જ નથી ભારતીયનું સન્માનઃ ભાગવતનું વધુ એક નિવેદન, થઇ શકે ગેમ ચેન્જર

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, જો કોઈ હિન્દુ રાષ્ટ્રમાં મુસ્લિમો માટે જગ્યા નહી, તો તે હિન્દુત્વ નહી હોય. તેમણે જોર આપતા કહ્યું કે, આરએસએસ માત્ર હિન્દુ નહી તમામ ભારતીયોનું સન્માન કરે છે. તેમના આ નિવેદનની ટાઈમિંગ થોડી રાજનૈતિક છે પરંતુ સંઘ પ્રમુખ જે કહી રહ્યા છે, તેનું પાલન પણ કરવામાં આવે તો, આ ભારતીય રાજનીતિમાં એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

સંઘ પ્રમુખના મંગળવારના નિવેદનથી પહેલા પણ આરએસએસ કહેતું રહ્યું છે કે, દરેક ભારતીય હિન્દુ છે. ભાગવતે મંગળવારે કહ્યું કે, તે દરેક એવા વ્યક્તિનું સન્માન કરશે, જે પોતાને ભારતીય કહે છે ના કે હિન્દુ.

ભાગવતે અલીગઢ મુસ્લીમ યુનિવર્સિટીના સંસ્થાપક સૈયદ અહમદ ખાનને પણ યાદ કર્યા. ખાનને આર્ય સમાજના એક કાર્યક્રમમાં પહેલા મુસ્લિમ બેરિસ્ટર બનવા પર સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસર પર ખાને જે કહ્યું હતું, તેને ફરી યાદ કરતા ભાગવતે કહ્યું કે, મને ખુબ દુખ છે કે, તમે મને તમારામાં સામેલ નથી કર્યો. શું અમે ભારત માતાના પુત્ર નથી? ઈતિહાસમાં અમારી પૂજાની પદ્ધતી બદલાઈ ગઈ બીજુ શું બદલાયું છે ?

ભાગવતે આ મુદ્દે જોર આપતા કહ્યું કે, હિન્દુ રાષ્ટ્રનો મતલબ એ નથી કે દેશમાં મુસ્લીમો માટે જગ્યા નથી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે, શું સરસંઘચાલકની વાતો નફરત ફેલાવતા લોકો, મોબ લિન્ચિંગને પ્રોત્સાહન આપતા લોકો અને ગૌરક્ષકો પર કોઈ અસર પાડે છે કે નહી? ગૌરક્ષકના નામે થઈ રહેલી હત્યાઓના ક્રણે પુરી દુનિયામાં ભારતનું નામ ખરાબ થયું છે.

જો આ સંબંધમાં આરએસએસ વધારે રિસર્ચ કરે તો, તેને ખબર પડશે કે, સર સૈયદ ખાન જ નહી, કેટલાએ એવા ઈસ્લામિક સ્કોલર રહી ચુક્યા છે, જે એક રાષ્ટ્રના સિદ્ધાંત પર ભરોસો રાખતા હતા. આનાથી વિપરીત જીન્નાએ બે રાષ્ટ્રનો ધાંત આપ્યો હતો.

આ સ્કોલરો અને મુસ્લિમ સ્કૂલ ઓફ થોટે જીન્નાજ નહી કવિ અલ્લામા ઈકબાલ અને અન્ય વિરુદ્ધ મોટી વૈચારિક લડાઈ લડી હતી. તેમનું માનવું હતું કે, ઈસ્લામની શરૂઆત તઈ ત્યારથી જ ભારતમાં મુ્લીમ રહે છે અને આ ભારતીય મુસ્લિમોનું વતન છે

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here