1 જૂનથી ઘણી બધી ચીજો બદલાવા જઈ રહી છે. આ તમારા જીવનને પણ અસર કરી શકે છે, તેથી તમારે આના વિશે માહિતી હોવી જરૂરી છે. 1 જૂનથી એક મોટો ફેરફાર એલપીજી સિલિન્ડર (LPG Cylinder Price) ની કિંમતમાં થશે. 1 જૂનથી કેટલીક બેંકોની સેવાઓમાં ફેરફાર જોવા મળશે. આ ઉપરાંત, કેટલીક બેંકોના આઈએફએસસી કોડ (IFSC Code) માં પણ ફેરફાર કરવામાં આવશે. જો તમે આવકવેરા ભરનારા છો, તો તમારા માટે પણ જૂન એક પરિવર્તન લઈને આવી રહ્યું છે. ચાલો આ બધા વિશે જાણીએ.
1. એલપીજી સિલિન્ડરની કિંમત (LPG Cylinder Price)
1 જૂનથી LPG Cylinder ના ભાવ બદલાઈ શકે છે. ઓઇલ કંપનીઓ 1તારીખ અને 15 મી તારીખે એલપીજી દરની સમીક્ષા કરે છે. હાલમાં દિલ્હીમાં 14.2 કિલોગ્રામ એલપીજી સિલિન્ડરની કિંમત 809 રૂપિયા છે. 14.2 કિલોગ્રામ વાળા સિલિન્ડરની સાથે-સાથે, 19 કિલોગ્રામ એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે.
2. સોનાના દાગીના પર હોલમાર્કિંગ (Gold Jewelry Hallmarking)
Gold Jewelry Hallmarking હવે 1 જૂનથી લાગુ થશે નહીં. ઝવેરીઓની માંગ પર તેને 15 જૂન સુધી મુલતવી રાખવામાં આવી છે. સરકારે એક સમિતિની પણ રચના કરી છે, જેની અધ્યક્ષતા બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટૈડડેટર્સ (BIS) ના ડાયરેક્ટર જનરલ પ્રમોદ તિવારી કરશે. આ સમિતિ Gold Jewelry Hallmarkin ના નિયમોને લાગુ કરવામાં સમસ્યાઓનું નિરાકરણ લાવશે. આ પછી તેને 15 જૂનથી દેશભરમાં અમલ કરાવશે.
3. આવકવેરા રીટર્ન માટે નવી વેબસાઇટ
આવકવેરા (ઈન્ક્મટેક્સ) વિભાગ 7 જૂનથી ITR ની નવી વેબસાઇટ શરૂ કરશે. 1 થી 6 જૂન સુધી વર્તમાન વેબસાઇટમાં ITR સંબંધિત કાર્ય થશે નહીં. જૂની વેબસાઇટ www.incometaxindiaefiling.gov.in ને નવા પોર્ટલ www.incometax.gov.in પર જવું પડશે. વિભાગના જણાવ્યા મુજબ 1 થી 6 જૂન સુધી ઇ-ફાઇલિંગ સેવા કામ કરશે નહીં.
4. બેંક ઓફ બરોડા (BoB)
જો તમે બેંક ઓફ બરોડા (BoB) ના ગ્રાહકો છો, તો 1 જૂનથી બેંક ચેક પેમેન્ટના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. ખરેખર, બેંક પોઝીટીવ પે કન્ફોર્મેશન (Positive Pay Cheque) સર્વિસ શરૂ કરી રહી છે. આનાથી ચેકની છેતરપિંડી (Cheque fraud) ઓછી થશે. જો કોઈ ગ્રાહક 2 લાખ રૂપિયા કે તેથી વધુ રૂપિયાનો ચેક આપે છે, તો ગ્રાહકે તેની વિગતો બેંક સાથે શેર કરવી પડશે. તે પછી બેંક તેના પર ક્રોસ ચેક કરશે. Cheque Fraud સામે આવ્યા પછી બેંક તરત જ ચુકવણી કરશે.
5. ઉત્તર પ્રદેશમાં બનશે DL
કોરોના મહામારીને કારણે ઉત્તર પ્રદેશમાં RTO માં Driving license સાથે જોડાયેલ સેવાઓ સંપૂર્ણં રીતે બંધ છે. હવે ઘણા જિલ્લામાં DL બનાવવાની પ્રક્રિયા 31 મે થી ફરી શરૂ થવા જઈ રહી છે. જો કે, લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ (Learning Driving Licence) 30 જૂન સુધી બનાવવામાં આવશે નહીં. 30 જૂન સુધી બુક એપોઇન્ટમેન્ટ સ્લોટ રદ કરવામાં આવ્યા છે.