રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે હવે કૂદ્યું ઇઝરાયેલ, શું યુક્રેન સાથે યુદ્ધ અટકશે?

ઇઝરાયેલના વડા પ્રધાન નફ્તાલી બેનેટે શનિવારે મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે યુક્રેન સંકટ અંગે ચર્ચા કરી હતી. યુદ્ધની વચ્ચે પુતિન અને નફતાલીની આ મુલાકાતને ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ વાતચીત 3 કલાક સુધી ચાલી હતી.

મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો

ન્યૂઝ એજન્સી અનુસાર, ઇઝરાયેલે રશિયા અને યુક્રેન વચ્ચેના સંઘર્ષમાં મધ્યસ્થી કરવાની ઓફર કરી છે, જો કે અગાઉ એવું કહેવામાં આવ્યું છે કે આવો કોઈપણ પ્રયાસ નિષ્ફળ જ જશે. જો કે યુક્રેન અને રશિયા વચ્ચે ત્રીજા રાઉન્ડની વાતચીત સોમવારે યોજાવાની છે.

ઈઝરાયેલ ભજવશે મહત્વની ભૂમિકા!

24 ફેબ્રુઆરીએ યુક્રેનમાં રશિયાની સૈન્ય કાર્યવાહી બાદથી ઈઝરાયેલે આ મુદ્દે સંતુલિત વલણ અપનાવવાનો પ્રયાસ કર્યો છે. તેઓ સતત બંને દેશોના ટોચના નેતૃત્વના સંપર્કમાં છે. બેલારુસમાં બંને પક્ષોને વાટાઘાટોના ટેબલ પર લાવવામાં ઈઝરાયેલની ભૂમિકા પણ મહત્વની હોવાનું માનવામાં આવે છે.

મંત્રણાના બે રાઉન્ડ નિષ્ફળ

તમને જણાવી દઈએ કે બેલારુસમાં રશિયા અને યુક્રેન વચ્ચે 2 રાઉન્ડની વાતચીત થઈ છે. જો કે, આ બંને મંત્રણા કોઈ નક્કર પરિણામ પર પહોંચી નથી અને બંને પક્ષો ત્રીજા રાઉન્ડની વાતચીત માટે સંમત થયા છે. જો કે યુક્રેન અને રશિયા વચ્ચે ત્રીજા રાઉન્ડની વાતચીત સોમવારે યોજાવાની છે.

Scroll to Top